ભારત થોડા વર્ષોમાં દેશની ટોપ-3 ઇકોનોમીમાં શામેલ હશે,આ મારી ગેરંટી છે:PM મોદી

ભારત થોડા વર્ષોમાં દેશની ટોપ-3 ઇકોનોમીમાં શામેલ હશે,આ મારી ગેરંટી છે:PM મોદી
ભારત થોડા વર્ષોમાં દેશની ટોપ-3 ઇકોનોમીમાં શામેલ હશે,આ મારી ગેરંટી છે:PM મોદી
વાયબ્રન્ટ ગુજરાત સમિટની 20મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યા. .અહીં તેમણે વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કઇ રીતે થઇ હતી, અને  ત્યાર થી લઇને હાલ આ સમિટ કઇ રીતે વિશ્વભરના દેશોનું ધ્યાન ખેંચી રહી છે તેને લઇને વાત કરી.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે આ સમિટની શરૂઆત મેં એ લક્ષ્ય સાથે કરાવી હતી કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બને.. વર્ષ 2014થી દેશની સેવા કરવાનો મોકો મળ્યો છે..તો હવે લક્ષ્ય વિસ્તર્યુ છે…અને હવે દેશને દુનિયાનું ગ્રોથ એન્જિન બનાવવું છે.તેમણે કહ્યું કે આજે ભારત દુનિયાની સૌથી ઝડપી વિકસતી અર્થ વ્યવસ્થા છે.. આપણે એવા વળાંક પર ઉભા છે જ્યાં ભારત ગ્લોબલ ઇકોનોમિક પાવરહાઉસ બનવા જઇ રહ્યુ છે. .આ મારી ગેરંટી છે કે તમે થોડા વર્ષોમાં તમારી આંખોની સામે જોશો કે ભારત દુનિયાની ટોપ થ્રી ઇકોનોમીમાં શામેલ હશે .વડાપ્રધાને કહ્યું કે હુ ઉદ્યોગ જગતને અપીલ કરુ છુ કે આપ સૌ એવા સેક્ટર વિશે વિચારો જ્યાં ભારત માટે નવી સંભાવનાઓ હોય કે પછી ભારત જેમાં પોતાની સ્થિતિ વધુ મજબુત કરી શકે.

Read Saurashtra Kranti E-Paper here

વડાપ્રધાને કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત ફક્ત બ્રાન્ડીંગનો કાર્યક્રમ નથી, પરંતુ તેનાથી પણ આગળ આ એક જોડાણનો કાર્યક્રમ છે. મારા માટે આ એક એવું જોડાણ છે જે મારા અને ગુજરાતના સાત કરોડ નાગરિકોના સામર્થ્ય સાથે જોડાયેલુ છે.  20 વર્ષ પહેલા અમે અહીંયા એક બીજ રોપ્યુ હતું, જે આજે વટવૃક્ષ બની ગયુ છે. તેમણે કહ્યું કે ત્યારે મુખ્યમંત્રી તરીકે ભલે મારી પાસે બહુ લાંબો અનુભવ નહોતો પરંતુ મારીસાથે મારા ગુજરાતના લોકોનો ભરોસો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here