ભરૂચના નેત્રંગમાં કરંટ લાગતા આધેડનું મૃત્યુ

ફરીથી એક ગોઝારા સમાચાર સામે આવ્યા છે. વીજકરંટ લાગતા એક આધેડનું મોત થયું છે. ભરૂચના નેત્રંગના વડપાન ગામમાં ગોઝારી ઘટના સામે આવી છે. ગામની સીમમાં કરંટ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે.

૫૦ વર્ષના એક આધેડ વીજ વાયરને અડી ગયા હતા. જેને પરિણામે તેમને કરંટ લાગ્યો હતો અને તેમનું મોત થયું ગયુ હતુ. આ ઘટનાની જાણ થતાં તુરંત જ નેત્રંગ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.