સીંગતેલના ભાવમાં કડાકો યથાવત, ૫ દિવસમાં ૩૫ રૂપિયા ઘટ્યા

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર…
ગૃહિણીઓ માટે રાહતના સમાચાર…

ગત ચોમાસામાં ભારે વરસાદ અને મગફળીની અનુરૂપ વરસાદ વરસતા મગફળીના બમણાં ઉત્પાદન થયું હતું આમ છતાં સિંગતેલના ભાવમાં તેલ મિલરોએ શરુઆતથી જ ગત વર્ષની સાપેક્ષે ડબ્બે રૂા. ૪૦૦ થી ૫૦૦ ઉંચા ભાવ કરી દીધા હતા જેમાં ફરી એકવાર નજીવા ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. ગત પાંચ દિવસમાં ૧૫ કિલોના નવા ડબ્બાના ભાવમાં રૂા. ૩૫ નો ઘટાડો નોંધાયો છે. ગત તા. ૨૬ ફેબ્રુઆરીએ રૂા. ૨૪૭૦ થી ૨૫૨૦ ના મહત્તમ ભાવે પહોંચેલ તેલના ડબ્બાનો ભાવ આજે વધુ રૂા.૧૦ ઘટ્યો છે. હવે સીંગતેલના ભાવનો રૂા. ૩૪૩૫૩૫ થી ૨૪૮૫માં સોદા થયા હતા. આ સાથે તો કપાસિયા તેલ ઉલટું પાંચ દિવસમાં રૂા.૧૦ મોંઘુ થયું છે અને તેનો મહત્તમ ભાવ રૂા.૧૯૬૫ થી ૧૯૯૫ રહૃાો છે.

જો સીંગતેલના ભાવ રૂા. ૨૨૦૦ થી નીચે જાય તો તેની ઘરાકી પણ વધવાની પૂરી શક્યતા છે અને તેમાંય કપાસિયા તેલના ભાવ ઉંચા હોય તો ઘર વપરાશ માટે લોકો પહેલી પસંદગી સીંગતેલને આપે તેવી શકયતા છે. સીંગતેલની નિકાસના પગલે બેફામ ભાવવધારી દેવાયા છે પરંતુ જ્યા નિકાસ થાય છે ત્યાં સીંગતેલ પેદા થવા લાગતા કે માંગ ઘટવાથી સ્થાનિક માંગ ટેકો આપતી હોય છે અને સ્થાનિક માંગ તેના અસહૃા ઉંચા ભાવ થી લાંબા ગાળા માટે ઘટી જતી હોય છે, કપાસિયા તેલનું ચલણ સીંગતેલ મોંઘુ થતા જ વધ્યું છે.

મહત્વનું છે કે જે રીતે ગત વર્ષે સારા વરસાદને કારણે મગફળીની મબલખ આવક થઈ છે જેને કારણે સીંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો હોવો જોઈએ પરંતુ મગફળીની મબલખ આવક હોવા છતાં પણ સીંગતેલના ભાવ દિવસેને દિવસે વધી રહૃાા હતા જોકે છેલ્લા પાંચ દિવસથી ડિઝલના ભાવમાં ઘટાડો નોંધાતા આશા સેવાઇ રહી છે કે આવનારા દિવસોમાં પણ સીંગતેલના ભાવ ઘટી શકે છે.