બાંધકામ શરૂ કરવા માટેની ઓનલાઈન પરમિશન આપનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

ડિસેમ્બરથી ગુજરાત સરકારે હવે ડેવલપમેન્ટ માટેની એટલે કે બાંધકામ શરૂ કરવા માટેની પરમિશન ઓનલાઈન જ આપી દેવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન આપનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આમ હવે બાંધકામ માટેની પરવાનગી લેવા માટે પણ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડશે નહી. ગુજરાત સરકારે હવે ડેવલપમેન્ટ માટેની એટલે કે બાંધકામ શરૂ કરવા માટેની પરમિશન ઓનલાઈન જ આપી દેવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન આપનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

આમ હવે બાંધકામ માટેની પરવાનગી લેવા માટે પણ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડશે નહિ. આ માંગને ધ્યાનમાં લઈને જ હવેથી લો રાઇઝ બિલ્ડીંગ માટે ઓફ લાઇન પ્લાન પાસીંગ સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઇન પરમીશન માત્ર ૨૪ કલાકમાં મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આંટીઘૂંટીઓ વાળી જટિલ પ્રક્રિયા ખૂબ સરળ કરી માત્ર ૧૫ મહત્વની જરૂરિયાત વાળી બાબતોને ધ્યાનમાં લઇ તેની પૂર્તતાના આધારે પ્લાન પાસ થઇ શકશે. ગુજરાતમાં બાંધકામની પરમિશન ઓનલાઇન થતા રાજ્યના બિલ્ડર ગ્રુપે સરકારની આ યોજનાની આવકારી છે અને ઓનલાઈન પરમિશન પ્રક્રિય સરસ હોવાની કહૃાું છે સાથે જ બિલ્ડર ગ્રુપનું કેહવું છે કે આથી ફાયદૃો થશે અને ઓનલાઈન પરમિશનથી ભ્રષ્ટાચાર દૃૂર થશે. સાથે જ કામ ફાસ્ટ થશે અને ડિજિટલનું નવો યુગ કહેવાશે.