રાજ્યમાં ઉત્તરાયણ પહેલા પ્રતિબંધક ધારાના હુકમનું ઉલ્લંઘન કરનારા બે લોકોની ધરપકડ

ઉત્તરાયણના તહેવારને લઇ નવસારી જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડી ચાઇનીઝ દૃોરી સહિત કાચના માંજાવાળી દૃોરીના ઉત્પાદન-વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. જે અંગે જલાલપોર પોલીસે કાર્યવાહી કરી પોતાની દુકાનોમાં કાચ સહિત અન્ય નુકસાનકારક પદાર્થોનો ઉપયોગ કરી માંજો તૈયાર કરતા બે ઇસમોને ઝડપી પાડયા હતા.

એરુ ગામના મોટા ફળિયા ખાતે રહેતા નિકુંજ ધનસુખ પટેલ (ઉં.વ. ૨૮) પોતાની દુકાનમાં પતંગ ચગાવવા માટે વપરાતી દોરીનો વેપાર કરતા હોય તેમની દુકાનમાં પોલીસે તપાસ કરતા ત્યાંથી કાચ તથા માંજામાં વપરાતા અન્ય પદાર્થો મળી આવ્યા હતા. જેના ઉપયોગથી તૈયાર થતી દોરી માનવ તથા પશુ-પક્ષીઓ માટે જોખમી સાબિત થતી હોય અને તેઓ પોતાની દુકાનમાં કાચના માંજાવાળી દોરી બનાવતા હોવાનું સ્પષ્ટ થયું હતું. બીજી તરફ પેટ્રોલિંગ કરી રહેલ પોલીસ ગાંધી ફાટક નજીક આવેલ આંબેડકર નવી વસાહત પાસે પહોંચી હતી.

ત્યાં પતંગની દોરી તૈયાર કરતા લક્ષ્મણ ઉના લાંબોબેની દૃુકાનમાં તપાસ કરી હતી. જે દૃુકાનમાં પણ કાચ તથા કરોટીનું મિશ્રાણ કરી માંજો તૈયાર કરાતો હોવાનું સ્પષ્ટ થતા પોલીસે ઉપરોક્ત બન્ને ઇસમોની અટક કરી હતી. આ સાથે પોલીસે જોખમી દૃોરી તૈયાર કરવા માટે બનાવેલ માંજો તથા અન્ય પદાર્થો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને ઇસમો વિરુદ્ધ જિલ્લા કલેક્ટરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.