પાણીના ધાંધિયાના મુદે જંકશન પ્લોટમાં કાલે ધરણાં

પાણીના ધાંધિયાના મુદે જંકશન પ્લોટમાં કાલે ધરણાં
પાણીના ધાંધિયાના મુદે જંકશન પ્લોટમાં કાલે ધરણાં
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સપ્તાહમાં ત્રીજો પાણી કાપ ઝીંકી દેવાતા લોકોમાં રોષ ભભૂકયો છે. તા.1-1, 2-1 અને3-1ના 60ટકા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે ગત વર્ષે તમામ ડેમો છલકાયા નર્મદાનું પુરતું પાણી આપવામાં આવે છે. તેમ છતાં રાજકોટની જનતાને આડકતરો પાણી કાપ સહન કરવો પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

પાણી વિતરણ વ્યવસ્થામાં ભરપુર ધાંધિયા છે. વિતરણ વ્યવસ્થા ખોરંભે પડતાં લોકોને પીવાના પાણી માટેવલખાં મારવા પડે છે. પાણીની વખતો-વખત હોળી સર્જવામાં કુશળ ઈજનેરો અને પાણીદાર નેતાઓ નપાણીયા સાબિત થયા છે. નર્મદાનાં નામે રાજકીય રોટલાં શેકનારાનીબોલતી બંધ થઈ છે.શહેરમાં છાસવારે ઠપકારવામાં આવતા પાણીકાપ અંગે જર્જરીત વાલ્વ બદલાવી નવો વાલ્વ નાખવા, જુદા જુદા વોર્ડમાં ટેકનીકલી ફોલ્ટ, લાઈન રીપેંરીગ,જુની પાઈપ લાઈન બદલાવી નવી નાખવા અંગે, ટાંકાની સફાઈ, ટાંકાની મરામત, વિજ ફોલ્ટ, નર્મદાનું પાણી ન મળતાં, શરડાઉન, લાઈન લોસ સહિતન બહાના તળે પાણી કાપ ઝીંકી દેેવામાં આવે છે. શહેેરમાં આડકતરો પાણી કાપ ચાલે છે. કોઈ કારણસર એક ઝોનમાં પાણીની સમસ્યા સર્જાશે તો બીજા ઝોનમાંથી એકસપ્રેસ ફીડક લાઈન દ્વારા પુરતુું પાણી આપી કાપ નહિં મુકવામાં આવે તેવાં વચનો અને વાતોનું સુરસુરીયું થઈ ગયું છે. વોર્ડ-13ના ચંદ્રેશનગર વિસ્તારમાં 24કલાક મીટર આધારીત પાણીની વાતો વર્ષોથી થાય.

Read National News : Click Here

આજે પણ શહેરના અનેક વોર્ડના ટેન્કરયુગ ચાલે છે. પાણી કાપ અને વર્ષો જુની પાણીની લાઈનો ન બદલતા ડી આઈ પાઈપ લાઈન ન હોવાને પગલે પાણીનો બેફામ વેડફાટ, વિતહતુ વ્યવસ્થામાં ધાંધિયા, પાણી બંધ કરવામાં બેદરકારી અને લાપરવાહી, ડહોળાં ગંધાતા, ગટરના થતાં પાણી વિતરણ સહિતની સમસ્યાઓથી ત્રસ્ત પ્રજાની વ્હારે લોકસંસદ વિચાર મંચે અવાજ ઉઠાવી શાસકો અને અધિકારીઓ સામે આંદોલન જાહેર કયું છે. જેમાં તા.3-1-2024 બુધવારે વોર્ડ.3માં જંકશન પ્લોટ ખાતે સાંજે 5:30થી 9 સુધી ધરણાં યોજાશે આ ધરણાંમાં બહોળી સંખ્યામાં પાણીની હાડમારી વેઠતી પ્રજાએ ઉમરી પડવા અપીલ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here