પશુપાલન

ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના, બકરાં એકમની સ્થાપના માટે રૂ. ૮૧ કરોડની જોગવાઇ.

૧૦ ગામદીઠ ૧ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ. ૪૩ કરોડની જોગવાઈ.

ગૌશાળાઓ કે પાંજરાપોળો માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌ-સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ.

મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ.

રાજ્યમાં પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ

કરુણા એનિમલ એમ્બુલન્સ-૧૯૬૨ હેલ્પ લાઇનની સેવાઓ માટે રૂ. ૭ કરોડની જોગવાઈ.

દૂધાળા ગીર-કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે રૂ. ૩ કરોડની જોગવાઈ