તાલુકા પંચાયતમાં ૧૮માંથી ૧૪ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય

કુંવરજીભાઇ બાવળિયાના ગઢમાં મોટું ગાબડું

ગુજરાતની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત તથા ૮૧ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહૃાા છે, ત્યારે રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. ખુદ બાવળિયા પોતાના વિસ્તારમાં તાલુકા પંચાયત બચાવી શક્યા નથી.

તાલુકા પંચાયતમાં ૧૮ માંથી ૧૪ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે. વીંછીયા વિસ્તારમાં જિલ્લા પંચાયતની ૩ બેઠકોમાંથી ૨માં કોંગ્રેસનો વિજય થયો છે. જામનગરમાં સિક્કા નગરપાલિકા કોંગ્રેસે કબજે કરી છે. કુલ ૨૮માંથી ૧૪ બેઠક કોંગ્રેસ, ૧૨ ભાજપ અને ૨ એનસીપીએ કબજે કરી છે. કચ્છમાં નલિયા જિલ્લા પંચાયત ઉપર કોંગ્રેસનો વિજયનો વિજય થયો છે.