જ્યાં સુધી સમાજ કાર્યમાં નારી શક્તિની ઉર્જા ન મળે ત્યાં સુધી સમાજ કાર્ય અધરૂ

વિશ્ર્વ મહિલા દિન નિમિત્તે ઉમિયા સંસ્થાન દ્વારા મહિલા ચિંતન શિબિર યોજાઈ

ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ ( ઉમિયાધામ ) , પટેલ સેવા સમાજ ( સ્પીડવેલ પાર્ટી પ્લોટ ) તથા શ્રી પટેલ પ્રગતિ મંડળ ( ફિલ્ડ માર્શલ વાડી ) ની મહિલા સંગઠન સમિતિ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે યોજાયેલી મહિલા ચિંતન યોજાઈ. સંસ્થાની મહિલા સંગઠન સમિતિના અધ્યક્ષ શ્રીમતિ વિજયાબેન વાછાણી , ઇન્ચાર્જ શ્રીમતિ રાજેશ્રીબેન રોજીવાડીયા તથા ક્ધવીનર હેતલબેન કાલરિયા અને તેની ટીમ દ્વારા મહિલા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચિંતન શિબિરમાં એકતાબેન ભુવા , રાજેશ્રીબેન રોજીવાડીયા , વંદનાબેન ભડાણીયા , શોભનાબેન વાછાણી તથા કુ . ચાર્મા ઇસોટીયા , કુ . ક્રિમા હુડકાએ મહિલાઓની શક્તિ અને સિધ્ધીના ઉદાહરણો ટાંકીને સમાજના ઉત્કર્ષ માટે આપણે શું કરી શકીએ તેનું આગવું દિશાદર્શન આપ્યું હતું . ઉપસ્થિત બહેનોએ સંસ્થાના વિવિધ સેવા પ્રોજેકટો અને મંદિર નિર્માણ માટે નિષ્કામ સેવા સંકલ્પ જાહેર કરી . રાજકોટમાં વસતા પ્રત્યેક પરિવાર સુધી પહોંચી એ પરિવારની મહિલાઓને સમાજ કાર્યમાં જોડવાનો સંકલ્પ લીધો હતો. બહેનોના કાર્યક્રમને બિરદાવવા ઉપસ્થિત પટેલ સેવા સમાજના ટ્રસ્ટી નાથાભાઈ કાલરિયાએ કહ્યું હતું કે , મહિલા એ શક્તિનો અખૂટ મહાસાગર છે . તેમના સહયોગ વગર ન તો પરિવાર આગળ વધી શકે ન સમાજ આગળ વધી શકે . શ્રી સંજયભાઈ કનેરિયાએ પણ પોતાના વક્તવ્યમાં નારી શક્તિને બિરદાવી હતી .

પટેલ પ્રગતિ મંડળના ટ્રસ્ટી અમુભાઈ ડઢાણિયાએ પોતાની આગવી શૈલીમાં સમાજમાં મહિલાઓના કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે જ્યાં સુધી સમાજ કાર્યમાં નારી શક્તિની ઉર્જા ન મળે ત્યાં સુધી સમાજ કાર્ય અધૂરું રહે છે . કાર્યક્રમમાં મહિલાઓના સમાજ સેવાના કાર્યને બિરદાવતા ત્રણેય સંસ્થાના કર્ણધારો સર્વશ્રી નંદલાલભાઈ માંડવિયા, નરોત્તમભાઈ કણસાગરા, નાથાભાઈ કાલરિયા , અશોકભાઈ કાલાવડીયા, જેન્તીભાઈ કાલાવડીયા, જમનભાઈ ભલાણી , શિવલાલભાઈ ઘોડાસરા, અમુભાઈ ડઢાણિયા, મનિષભાઈ ચાંગેલા, સંજયભાઈ કનેરિયા, જગદીશભાઈ પરસાણીયા, રમેશભાઈ ઘોડાસરા, ઈશ્વરભાઈ વાછાણી, ચેતનભાઈ રાછડિયા, મગનભાઈ વાછાણી, અશ્વિનભાઈ માકડિયા, હસુભાઈ કણસાગરા, અશ્વિનભાઈ લાલકીયા, શ્રી મહેન્દ્રભાઈ મલ્લી, વિનુભાઈ ઇસોટીયા, પ્રો. વિનુભાઈ ઇસોટીયા , ડેનીસ કાલરિયા, હરેશભાઈ પાડલીયા સહિત અનેક અગ્રેસરો ઉપસ્થિત રહ્યાં હતા.

મનિષભાઈ ચાંગેલાએ સંસ્થાના વિવિધ પ્રોજેક્ટોમાં ચાલતી ગતિવિધિઓનો ચિતાર રજુ કર્યો હતો. યુવા સંગઠનના કાર્યકરોનો પરિચય શ્રી ડેનીશભાઈ કાલરિયાએ આપ્યો હતો.

સંસ્થાના સંકલ્પબધ્ધ સેવાર્થી રમેશભાઈ વાસડા તથા મો.સા. પટેલની ચિરવિદાય અંગે બોલતા જગદીશભાઈ પરસાણીયાએ આ બન્ને મહાનુભાવોએ સમાજ માટે કેટલું યોગદાન આપ્યું, કેટલા સમર્પિત ભાવથી કામ કર્યું તેની ઝાંખી કરાવ્યા બાદ સમગ્ર ઉપસ્થિત શ્રોતાઓએ બે મિનિટનું મૌન પાળી બન્ને સદગતના આત્માની ચિરશાંતિ માટે પ્રાર્થના કરી હતી. મહિલા સંગઠન સમિતિના અગ્રેસર બહેનોએ જ કુળદેવી મા ઉમિયા સમક્ષ દીપ પ્રાગટાવી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો . સમગ્ર કાર્યક્રમનું રસાળ શૈલીમાં કિરણબેન માકડિયાએ સંચાલન કર્યું હતું . સુઝોક થેરાપી નિષ્ણાત તપનભાઈ પંડયાએ થેરાપી વિષે સમજ આપી હતી . આભારવિધિ હર્ષિદાબેન પટેલે કરી હતી .(1)