સરકાર ચણાની 50 મણ નહીં, 200 મણ ખરીદી કરે

કિસાનસંઘ દ્વારા રાજકોટ કલેકટરને આવેદન

સરકારે સુધારેલા કૃષિ કાયદામાં ખેડૂતોના હિતમાં હોય તો ળ.ત.ા. નો કાયદો લાગુ કરે

સરકાર ચણાની ખરીદી ખાતેદાર દીઠ 200 મણ કરે એવી ભારતીય કિસાન સંઘની માંગણી છે. આજે ભારતીય કિસાન સંઘ-રાજકોટ દ્વારા રાજકોટ કલેકટર મારફતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,કેન્દ્રિય કૃષિમંત્રી પરસોતમભાઈ રૂપાલા અને કૃષિમંત્રી આર.સી.ફળદુને આવેદન પત્ર પાઠવેલ છે. આવેદન પત્રમાં જણાવ્યું છે કે, ખેડૂતો માટે ખ.જ.ઙ , ચાલુ રહેશે એવી સુફિચાણી વાતો કરનાર સરકાર ટેકાના ભાવમાં ખેડૂતોનો પુરતો માલ ખરીદી કરે અને ખેડૂતોને ઉત્પાદનમાં ભાવનું રક્ષણ આપે એવું કિસાન સંઘ મક્કમ પણે માની રહ્યું છે . હાલમાં બજારમાં ચણાનો ભાવ 800 થી 900 વચ્ચે છે . ખેડૂતો મજબુર થઈને આ ભાવમાં વેચાણ કરવું પડે છે . ઉત્પાદન ખર્ચમાં થતો ખર્ચ અને ખેડૂતોને બજારમાં મળતા ભાવમાં ઉત્પાદન કરેલ માલમાં કોઈ પણ જાતનું વળતર મળતું નથી . તો સરકાર ચણાની ખરીદી ખાતેદાર દીઠ 200 મણ કરે એવી ભારતીય કિસાન સંઘની માંગણી છે.

સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો થાય છે કે અમે ખેડૂતોને ખજઙ આપશું , પરંતુ જો સરકાર અજઙ ની જાહેરાત કરી અને ખરીદી કરવામાં જો આવું નાટક કરે તે ખેડૂતોના હિતમાં નથી , સરકાર દ્વારા ગવર્મેન્ટ કર્મચારીનો મોંધવારી પ્રમાણે જે ટકાવારીમાં મોંઘવારી ભથ્થુ વધી રહ્યું છે , તો તે ટકાવારીમાં ખેડૂતોના ખજઙ નો ભાવ કેમ નથી વધારતી ? શું ખેડૂતોને મોંધવારી લાગુ ન પડે ?

સરકાર ખેડૂતોને મદદ કરવા માગતી હોય તો ચણાની ખરીદી 200 મણ કરતી પણ વધારે કરે તેવી ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને અનુરોધ છે કે તાત્કાલિક એવો નિર્ણય કરે અને ખેડૂતોના ચણા વધારામાં વધારે લેવાય . આનો નિર્ણય લેવામાં નહી આવે તો ભારતીય કિસાન સંઘે આંદોલનના માર્ગે જવું પડશે.

તાત્કાલિક ધોરણે ચણાની વધારે ખરીદીની અમલવારી થાય તેવી ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખિયા , રમેશભાઈ ચોવટિયા, પ્રભુદાસભાઈ મણવર, મનોજભાઈ ડોબરિયા, જીવનભાઈ વાછાણી, ભરતભાઈ પીપળીયા, વિઠલભાઈ બાલધા, રતિભાઈ ઠુંમર, મધુભાઈ પાંભર, બચુભાઈ ધામી, ધર્મેશભાઈ સોરઠીયા, જીતુભાઈ સંતોકી, શૈલેશભાઈ સીદપરા, ભુપતભાઈ કાકડિયા, ભાવેશભાઈ રૈયાણી, અશોકભાઈ મોલિય ક જાગાભાઈ ઝાપડિયા, કિશોરભાઈ લકકડ, રમેશભાઈ હાપલીયા, વિનુભાઈ દેસાઈ, રમેશભાઈ લક્કી , ઝાલાભા ઝાપડિયા, વિપુલભાઈ સુદાણી, જમનભાઈ પાગડા તેમજ ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓએ રજૂઆત કરી છે. (1.3)