જામનગર પોલીસે માત્ર મેડિકલ સ્ટુડન્ટને ટાર્ગેટ કરતા ઠગને ઝડપી પાડ્યો

જામનગર બી-ડિવિઝન પોલીસે મેડિકલના વિદ્યાર્થીઓ પ્રત્યે ખુન્નસના કારણે ૫૦૦થી વધુ લેપટોપની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે. થોડા દિવસ અગાઉ જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજની પી.જી. હોસ્ટેલમાં અલગ અલગ રૂમોમાંથી છ લેપટોપની ચોરી થઈ હતી. ચોરીનો બેદૃ ઉકેલવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી. જેમાં ૫૦૦થી વધુ લેપટોપની ચોરી કરનાર શખ્સ ઝડાપાયો છે. તમીલ સેલ્વન નામનો આ શખ્સ ચેન્નઈમાં અભ્યાસ કરતો હતો. ત્યારે ત્યાંની મેડીકલ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ મહિલા સ્ટુડન્ટની સ્પાય કેમેરાથી અશ્ર્લીલ તસ્વીરો અને વિડીયો બનાવ્યા હતા.

ભોગ બનનાર વિદ્યાર્થિનીઓમાં એક વિદ્યાર્થિની તમિલ સેલ્વનની ફ્રેન્ડ પણ હતી. જેથી આ શખ્સના મનમાં મેડીકલ સ્ટુડન્ટ સાથે ખુન્નસ હતું અને તેના કારણે જ તેને અલગ અલગ મેડીકલ કોલેજના સરનામાંઓ ગુગલ પરથી મેળવી ત્યાં પહોચી જતો હતો અને ત્યાં તબીબી અભ્યાસ કરતા સ્ટુડન્ટના જ માત્ર લેપટોપ ચોરી કરતો હતો.