કોટડાસાંગાણીમાં બાઇક પાછળ પોલીસ કર્મીએ લાકડીનો છૂટો ઘા કરતા…

police-કોટડાસાંગાણી
police-કોટડાસાંગાણી

Subscribe Saurashtra Kranti here

બંનેએ પોતાની સાખ જમાવવા આ બાળક સાથે ખોટુ થયુ છે તેમ કહી કોટડાસાંગાણી પધાર્યા હતા

કોટડાસાંગાણીના બાજુના ગામમા રહેતા ૧૫ વર્ષીય કિશોર અને તેમનો ૨૦ વર્ષીય સગો મોટોભાઈ બંને ચારેક દિવસ પુર્વે ચારેક વાગ્યાના અરસામાં બાઈક લઈને રાજપરા કોટડાસાંગાણી રોડ પર આવેલ ખારા વિસ્તારની તેમની વાડિએથી કોટડાસાંગાણીમા ટીવી રીપેરીંગ કરવા આપેલ હોઈ જે લેવા આવતા હોઈ ત્યારે કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન પાસે પહોચતા કોઈએ તેમને સાદ પાડેલ પરંતુ ત્યા રોડ કાઠેંજ કાર પાર્ક કરેલ જેથી ધ્યાન ન પડતા તેઓએ ગાડી ધીમી પાડી હતી.

ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની વાતો કરનાર આગેવાનો પાણીમાં બેસી ગયા ?

તે દરમિયાન બંને કાઈ સમજે તે પહેલા જ સીવીલ ડ્રેસમા રહેલ અને સમયાંતરે વીવીધ વીવાદમા સપડાતા હોઈ અને પોતાને હિરો સમજી દાદાગીરી કરવાની છાપ ધરાવનાર પોલીસ કર્મચારી જાણે કોઈ ખુન કે રેપ કેસ તેમજ કોઈ મોટા ગુનામા સંડોવાયેલા હોઈ તેવો આરોપી પોલીસ જાપ્તામાથી ફરાર થતો હોઈ અને તેની નજરે પડ્યો હોઈ તે મુજબના આરોપીની બાઈક પાછડ છુટો લાકડીનો ઘા કરતા હોઈ તેવુ સમજી બાઈક પાછળ છુટો લાકડીનો ઘા કરતા બાઈક પાછળ બેઠેલ ૧૫ વર્ષીય કિશોરને પગના ભાગે વાગતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી.ગભરાયેલા બંને ભાઈઓ ત્યાથી જતા રહ્યા હતા.ત્યારબાદ પોતાના ઘરે જઈને પગમા દુખાવો ઉપડતા તે સુઈ ગયો હતો.

ત્યારબાદ કિશોરના પીતા સાંજના સાતેક વાગ્યાના અરસામાં મજુરીએ ગયેલ હોઈ ત્યાથી ઘરે આવી દરરોજ ખીલખીલાટ કરતો અને હસમુખા સ્વભાવના તેમના ૧૫ વર્ષીય પુત્રને સુતેલી હાલતમા જોતા તેઓએ તેમની પાસે જઈ સુઈ રહેવાનુ કારણ પુછતા તેમની સાથે ઘટેલ ઘટનાની જાણ કરી હતી ત્યારબાદ કિશોરને પગના ભાગે વધુ દુખાવો ઉપડતા તેમને સારવાર અર્થે કોટડાસાંગાણીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જયા તેમના પગની સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ આ અંગે ભોગ બનનારના પીતાએ ગામના હાલના સરપંચ તેમજ તાલુકા કક્ષાના પુર્વ આગેવાનને જાણ કરાઈ હતી.જેથી બંનેએ પોતાની સાખ જમાવવા આ બાળક સાથે ખોટુ થયુ છે તેમ કહી કોટડાસાંગાણી પધાર્યા હતા અને તેમના કોન્ટેકટમા રહેલા કોટડાસાંગાણીના આગેવાનોને પણ જાણ કરી હતી.ત્યારબાદ એકસુર થયો હતો.

Read About Weather here

રોષે ભરાયેલા આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે દોડી જતા સમગ્ર મામલો કોટડાસાંગાણી પોલીસમા પહોચ્યો હતો.ત્યારબાદ કલાકો સુધી રકજક થયા બાદ મામલો શાંત પડ્યો હતો.ભોગ બનનારના પરીવારજનોને ન્યાય અપાવવા અને કિશોર પર લાકડીનો ઘા કરનાર પોલીસ કર્મચારી પર પગલા ભરવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની વાતો કરનાર અને બનેલ બનાવ અંગે મીડિયા સમક્ષ મોટા નીવેદનો કરનાર આગેવાનો ઢિલા પડ્યા હતા અને વીલા મોઢે અમારે હવે કાંઈ નથી કરવુ તેવુ કહી પાછા ફર્યા હતા.આગેવાનો પણ જાણે પોલીસ સામે જુકિ ગયા હોઈ તેવો ઘાટ સર્જાયો હોવાનુ મનાઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here