શુટીંગની સાથે સાથે જૈકલીને શીખી આ અનોખી કળા

જૈકલીન
જૈકલીન

Subscribe Saurashtra Kranti here

જૈકલીન અગાઉ પોલ ડાન્સીંગ અને એરિયલ યોગા પણ શીખી ચુકી છે

શ્રીલંકન સુંદરી જૈકલીન ફર્નાન્ડીઝ બોલીવૂડમાં નામના મેળવી ચુકી છે. તેની પાસે સતત મોટી ફિલ્મો હાથ પર રહે છે. હાલમાં જ તેણે અક્ષય કુમાર સાથેની ફિલ્મ બચ્ચન પાંડેનું શુટીગ પુરૂ કરી લીધું છે. આ ફિલ્મના શુટીંગ વખતે જૈકલિને ખાસ તાલિમ પણ લીધી હતી. તેણે ટાઇટરોપ વોકિંગની તાલિમ લીધી હતી. જેમાં એક પાતળા તાર કે દોરડા પર ચાલવાનું હોય છે. આ કળા અલગ અલગ દેશોમાં એક પરંપરા જેવી છે.

Read About Weather here

જૈકલીને જૈસલમેરમાં શુટીંગ વખતે ત્રણ અઠવાડીયા રોકાઇને આ કલા શીખી હતી. જૈકલિનના કહેવા મુજબ આ કળા શીખવી એ ખુબ આકરુ કામ છે. દોરડા પર ચાલવા માટે શરીરનું યોગ્ય સંતુલન જાળવી રાખવું પડે છે. જમીનથી આઠથી દસ ફુટ ઉંચાઇ પર દોરડુ બાંધવામાં આવે છે અને બાદમાં તેના પર ચાલવાનું હોય છે. મેં આ કળા સરળતાથી શીખી લીધી હતી. જૈકલીન અગાઉ પોલ ડાન્સીંગ અને એરિયલ યોગા પણ શીખી ચુકી છે. સાજીદ નડિયાદવાલા સાથે તેની આ આઠમી ફિલ્મ છે. તો અક્ષય અને સાજીદની આ દસમી ફિલ્મ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here