નંદીગ્રામમાં અમિત શાહના રોડ શોમાં જયશ્રી રામના નારા…

amit shah-નંદીગ્રામ
amit shah-નંદીગ્રામ

Subscribe Saurashtra Kranti here

નંદીગ્રામમાં અમિત શાહના રોડ શો વાળા રસ્તેથી મમતાનો કાફલો પસાર થતાં જયશ્રી રામના નારા લાગ્યા

નંદીગ્રામ: બંગાળમાં રાજકીય હોબાળા વચ્ચે બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. તેથી BJP અને TMC સંપૂર્ણ જોર લગાવી રહ્યા છે. એક બાજુ ગૃહમંત્રી અમિત શાહ નંદીગ્રામથી ભાજપ ઉમેદવાર શુભેંદુ અધિકારી સાથે રોડ શો કરી રહ્યા છે. તો બીજી બાજુ મુખ્યમંત્રી મમતા બેનરજી પણ અહીં ભાગાબેડામાં વ્હીલચેર પર પદયાત્રાની આગેવાની કરી રહ્યા છે. પદયાત્રા પહેલાં જ્યારે તેમનો કાફલો શાહનો રોડ શોથી પસાર થતો હતો ત્યારે ત્યાં હાજર લોકોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા.

નંદીગ્રામ પથી શાહ ડબરા અને પંસકુરા પશ્ચિમમાં પણ રોડ શો કરશે. ત્યારપછી સાંજે 4.30 વાગે ડાયમંડ હાર્બરમાં જનસભાને સંબોધિત કરશે. ડાયમંડ હાર્બર મમતાના ભત્રીજા અભિષેક બેનરજીનું વિધાનસભા ક્ષેત્ર છે.

ચૂંટણી પહેલાં શુભેંદુ અધિકારી દાવો કરી ચૂક્યા છે કે, મમતા બેનરજી 50 હજારથી વધારે વોટથી હારશે. થોડા દિવસો પહેલાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, બંગાળની જનતા પરિવર્તન ઈચ્છે છે અને તેનો પાયો નંદીગ્રામથી મુકવામાં આવશે. અમે બંગાળમાં 200થી વધારે સીટો જીતીશું.

બંગાળમાં ચૂંટણીની હોટ સીટ નંદીગ્રામમાં મતદાન બીજા તબક્કામાં એટલે કે એક એપ્રિલે થવાનું છે. અહીં મમતાની ટક્કર ભાજપના ઉમેદવાર અને એક સમયે તેમના ખાસ શુભેંદુ અધિકારી સાથે છે. શુભેંદુ ગયા વર્ષે નવેમ્બરમાં TMC છોડીને ભાજપમાં જોડાયા હતા.

પશ્ચિમ બંગાળમાં આ વખતે 8 તબક્કામાં મતદાન થવાનું છે, 249 સીટ વાળી વિધાનસભા માટે પહેલાં તબક્કાનું મતદાન 27 માર્ચ (30 સીટ) થયું હતું. બીજા ફેઝમાં 1 એપ્રિલ (30 સીટ), 6 એપ્રિલ (31 સીટ), 10 એપ્રિલ (44 સીટ), 17 એપ્રિલ (45 સીટ), 22 એપ્રિલ (43 સીટ), 26 એપ્રિલ (36 સીટ), 29 એપ્રિલ (35 સીટ)નું મતદાન થવાનું છે.

Read About Weather here

પશ્ચિમ બંગાળ અને આસામની કુલ 77 સીટો પર 27 માર્ચે પહેલાં તબક્કાનું મતદાન થયું છે. તેમાં બંગાળની 30 અને આસામની 47 સીટો સામેલ છે. ઈલેક્શન કમિશનના જણાવ્યા પ્રમાણે બંગાળમાં 80 ટકા કરતાં વધારે અને આસામમાં 72.14 ટકા મતદાન થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here