‘કેપે-સીટીઝ’ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ માટે ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન તૈયાર…

‘કેપે-સીટીઝ’ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ માટે ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન તૈયાર
‘કેપે-સીટીઝ’ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ માટે ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન તૈયાર

મહાનગર પાલિકા અને ઈકલી દક્ષિણ એશિયા દ્વારા શહેરોની ગંભીર સમસ્યાઓ ઉર્જા બચત, વાહનવ્યવહાર, હાઉસિંગ,ઘન કચરા વ્યવસ્થાપન, પીવાનું શુધ્ધ પાણી તથા ગંદા પાણીના નિકાલ વગેરે માટે એમ્બીશીયસ કલાઇમેટ પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. ‘કેપે-સીટીઝ’ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ શહેર માટે ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે.સંસ્થા દ્વારા આયોજીત ઇકલી વર્લ્ડ કોંગ્રેસ-2024 સેમીનારમાં ભાગ લેવા માટે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા બ્રાઝીલના સાઓ પાઉલો જવા રવાના થયા છે. કમીટીના એકઝીકયુટીવ મેમ્બર તરીકે તેઓ તા.17 થી ર4 જુન સુધી આ વર્લ્ડ કોન્ફરન્સમાં આમંત્રણ પરથી ભાગ લેવાના છે.

સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન દ્વારા ક્લાઈમેટ રેસિલિયન્સની દિશામાં કામ કરવા માટે અમદાવાદ,રાજકોટ તથા વડોદરા, તમિલનાડુના 3, રાજસ્થાનના ઉદયપુર તથા પશ્ચિમ બંગાળમાંથી સિલીગુરી શહેરનો સમાવેશ કરવામાં આવેલ છે. રાજકોટ શહેર વર્ષ 2016થી પ્રોજેકટનો એક અગત્યનો હિસ્સો બની રહેલ છે.

રાજકોટમાં કરવામાં આવેલ કલાઇમેટ રેસિલિયન્ટ પ્રોજેક્ટ્સની નોંધ લઈને, તાજેતરમાં જ વર્ષ 2024-27નીટર્મ માટેરિજીયોનલ અને ગ્લોબલ એક્ઝીક્યુટીવ મેમ્બર તરીકે રાજકોટના મેયરની પસંદગી કરવામાં આવી છે તેના ભાગરૂપે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાને આમંત્રણ મળતા તેઓ ભાગ લેવા ગયા છે. વૈશ્ર્વિક કુદરતી જોખમો અને ફેરફારોના કારણે ગંભીર પડકારોનો સામનો કરી રહેલા શહેરો, નગરો અને પ્રદેશોને ભવિષ્યમાં પ્રાપ્ત થનારી તકો પર ચર્ચા થવાની છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here