કથાકાર મોરારીબાપુએ લીધી કોરોના વેક્સીન

સમગ્ર વિશ્ર્વ જ્યારે કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહૃાું છે છે ત્યારે ભારતમાં જ શોધાયેલી વેક્સીન સમગ્ર વિશ્ર્વમાં કોરોના સામે કારગત નીવડી છે. દેશભરમાં વેક્સીનેશનનો બીજો તબક્કો હાલ ચાલુ છે. ત્યારે કથાકાર મોરારીબાપુએ પણ વેક્સીન લીધી છે. સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં તેમણે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો અને તમામ લોકોને પણ આ કોરોના રસી લેવા અપીલ કરી હતી. કોરોના મહામારીએ જ્યારે વિશ્ર્વને રોકી રાખ્યું છે. તબીબી આલમમાં પણ કોરોનાથી હાહાકાર મચી ગયો છે.

ત્યારે ભારતના વૈજ્ઞાનિકોએ કોરોના પર માત મેળવી પ્રથમ વેક્સીન શોધી કાઢી છે. હાલ લોકોને વેક્સીન આપવાની કામગીરી પૂરજોરમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાતની અનેક હસ્તીઓ વેક્સીન લઈ ચૂકી છે. ત્યારે આજ રોજ સાવરકુંડલાના લલ્લુ ભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે કથાકાર મોરારીબાપુએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

મોરારીબાપુને વેક્સીન આપીને ગાઈડલાઈન મુજબ મુજબ ૩૦ મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા. બાદમાં બાપુએ મીડિયાને જણાવ્યું કે, કોરોનાની મહામારીથી બચવા સરકારના વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત મેં વેક્સીન લીધી છે. હું તમામને અપીલ કરું છું કે, લોકો મોટી સંખ્યામાં વેક્સીન લઈ કોરોનાની બીમારી સામે રક્ષણ મેળવે.