નીતિન પટેલે દિલની વાત કહી દીધી, પત્નીના સહયોગ વિના તો સમાજસેવા ય શક્ય નથી

વિધાનસભાનું બજેટસત્ર જાણે હવે ટેસ્ટમેચ રમાતી હોય તેવો માહોલ સર્જી દીધો છે. સત્રના આઠમા દિને શાસકપક્ષ અને વિપક્ષ એકદમ શાંત રહૃાા હતાં. પ્રશ્ર્નોતરીકાળ દરમિયાન સાબરમતી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અરિંવદ પટેલે કેદીઓને અપાતી સુવિધાને લઇને પેટા પ્રશ્ર્ન પૂછ્યો હતો તે વખેત તેઓ એવુ બોલ્યાં કે,અધ્યક્ષ શ્રી, મારે ઘણી વાર જેલમાં જવાનુ થયું છે. આ વાક્ય બોલતાં જ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો ચોંકી ઉઠયા હતાં. આ સાંભળીને અધ્યક્ષે પણ અરિંવદ પટેલને ટપાર્યા હતાં કે, તમે પહેલાં એ વાતનો ખુલાસો કરો કે, તમારે જેલમાં કેમ વારંવાર જવાનુ થાય છે. ઇન્ટરનેશનલ વુમન ડે નિમિત્તે આજે વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પેટાપ્રશ્ર્નનો જવાબ આપી રહૃાા હતાં ત્યારે અધવચ્ચે રોકીને અધ્યક્ષે એવી ટકોર કરીકે, તમે કેમ મહિલાઓને શુભેચ્છા આપી નહીં. ત્યારે નીતિન પટેલે એવું કહૃાુંકે, અધ્યક્ષ શ્રી , હુ મારા પ્રવચન વખતે વિશેષરૂપે શુભેચ્છા આપીશ પણ અધ્યક્ષના આગ્રહને પગલે નીતિન પટેલે એવુ કહૃાું કે, ગુજરાત સરકારના વહીવટમાં ય મહિલાઓનુ ખુબ યોગદાન રહૃાુ છે. પછી તે નર્સ હોય,કલાર્ક હોય કે પછી મહિલા પોલીસ છે. મહિલાઓ વિના તો ગુજરાત અધુરૂ છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધુ કે, પત્નિના સાથ સહકાર વિના તો સમાજસેવા ય થઇ શકે નહીં. આ સાંભળીને ગૃહમાં હળવુ હાસ્ય રેલાયુ હતું.