કડી નગરપાલિકામાં ભાજપનો ૩૬માંથી ૩૫ બેઠકમાં વિજય

ભાજપ શહેરોમાં 40, ગ્રામીણમાં 25-30% ટિકિટ મહિલાને આપશે
ભાજપ શહેરોમાં 40, ગ્રામીણમાં 25-30% ટિકિટ મહિલાને આપશે

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો ગઢ મનાતા કડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે પહેલી નગરપાલિકા કબજે કરી છે. કડી નગરપાલિકામાં કુલ ૯ વોર્ડની ૩૬ બેઠકો પર ચૂંટણી થઈ હતી અને તેમાં ૩૬ બેઠકોમાંથી ૩૫ બેઠકો પર ભાજપનો વિજય થતાં કડી નગરપાલિકા ભાજપે કબજે કરી છે. કડી નગરપાલિકામાં વોર્ડ નંબર-પાંચમાં એક બેઠક કોંગ્રેસને મળી છે.

કડી નગરપાલિકામાં ૨૦૧૫ માં ભાજપે ૨૮ બેઠકો મેળવી હતી એ જોતાં આ વખતે ભાજપની બેઠકોમાં વધારો થયો છે. સ્થાનિક ચૂંટણીમાં મહેસાણા નગરપાલિકાની ચાર નગરપાલિકાઓમાં સરેરાશ મતદાન ૬૧.૭૨ ટકા નોંધાયું હતું. જોકે આ વખતે મહેસાણા નગરપાલિકામાં ૭.૩૫ ટકા, વીસનગર પાલિકામાં આઠ ટકા, ઊંઝામાં નવ ટકા અને કડીમાં પાંચ ટકા મળીને સરેરાશ આઠ ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું હતું.