એકસાથે 37 હજાર આહીરાણીઓ મહારાસ યોજી ઇતિહાસ સર્જશે

એકસાથે 37 હજાર આહીરાણીઓ મહારાસ યોજી ઇતિહાસ સર્જશે
એકસાથે 37 હજાર આહીરાણીઓ મહારાસ યોજી ઇતિહાસ સર્જશે
દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના પુત્રવધુ અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા તેની સ્મૃતિરૂપે ડીસેમ્બર માસમાં અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા મહારાસનું ભવ્ય આયોજન કરાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

કૃષ્ણલીલાના દ્વારકા ખાતેના નોંધપાત્ર પ્રસંગો પૈકીના એક એવા બાણાસુરની પુત્રી અને શ્રીકૃષ્ણના પૌત્ર અનિરૂધ્ધજીના પત્ની ઉષાએ તેના લગ્ન બાદ દ્વારકા ખાતે જે ગરબો રચ્યો હતો તેની સ્મૃતિ રૂપે શ્રીકૃષ્ણના યાદવ કુળના 37 હજાર આહીરાણીઓ દ્વારા ડિસેમ્બર માસની 23 તથા 24 મી તારીખે ગરબો રચીને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરાશે.આહીરાણી મહારાસની પ્રથમ કંકોત્રી ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં જઈ આગેવાનોએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં રાખી ભગવાન દ્વારકાધીશને આમંત્રિત કરાયાકચ્છના વ્રજવાસી ગામમાં ઢોલીના તાલ પર રાસ રમતા શહિદી વ્હોરીને શ્રી કૃષ્ણને પામી જનારનો ઇતિહાસ ઉજાગર કરવા અને યદુવંશના ઇતિહાસની યાદ તાજી કરવા તેમજ આવનારી પેઢીમાં યાદવનો ઇતિહાસ તાજો કરવાની નેમ સાથે સનાતન ધર્મના સંસ્કારોને એક તાંતણે બાંધીને નવ પેઢીને લોહીમાં અમે આહીરોનો સંદેશ સમગ્ર વિશ્વના આહીરોને આપવાનો છે.અખિલ ભારતીય યાદવ સમાજ આયોજિત અને આહીરાણી મહિલા મંડળના ઉપક્રમે દ્વારકાના એસીસી સીમેન્ટના વિશાળ પટાંગણમાં નંદધામ પરિસર ખાતે થનાર મહારાસમાં જોડાવવા માટે વિશ્વભરમાંથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રભરના 37 હજાર આહીરાણીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.આ મહારાસના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

Read National News : Click Here

37 હજાર જેટલા આહીરાણીઓને અખીલ ભારતીય યાદવ સમાજ દ્વારા સ્મૃતિરૂપે ગીતાજીનું પુસ્તક ભેટ અપાશે. શ્રીકૃષ્ણના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ સંગ રાસ રમવાની આહીરાણીઓની આંતર્ભાવના સાથે આ રાસને મહારાસ નામ અપાયું છે.આ મહારાણી રાતોત્સવની તૈયારીના ભાગરૂપે પ્રથમ કંકોત્રી ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં જઈ આગેવાનોએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં રાખી અને ભગવાન દ્વારકાધીશને આમંત્રિત કર્યા હતા.રાસોત્સવની તમામ કમાંડ ભગવાન દ્વારકાધીશ પોતે સંભાળે તેવી અરજ કરાઇ હતી.

આહીરાણીઓ બની અન્નપૂર્ણા: વિજય વાંક

ગુજરાત આહીર સમાજના આગેવાન અને સનાતન ધર્મના પ્રમુખ વિજયભાઈ વાંકે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, આહીરાણી મહારાસને લઈને સમાજની તમામ બહેનોને હું શુભેરછા આપું છું, સમાજની બહેનોએ એકતાનું ઉદાહરણ અમે એક લોહિયા શબ્દ આપી આહીર સમાજને એકતાંતણે બાંધવાની નેમ લીધી છે. ત્યારે એક સાથે 37 હજાર આહીરાણીઓનો મહારાસ ઇતિહાસ સર્જસે અને આ પ્રંસગે યાદવ કુળના દોઢ લાખથી વધુ લોકો જોડાશે અને તમામના રસોડાનો ખર્ચ આ બહેનો ઉઠાવશે અને સાક્ષાત સાક્ષાત અન્નપૂર્ણા બનશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here