આવતીકાલે મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી સમયે જ રાજકોટવાસીઓના લલાટે પાણી કાપની સમસ્યા

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

વધુ ત્રણ દિવસ અલગ-અલગ વોર્ડમાં વિવિધ વિસ્તારોમાં પાણી કાપ ઝીંકાશે, લોકોમાં ભારે રોષ

રાજકોટ શહેરવાસીઓ માટે ઉનાળાના પ્રારંભે જ જળ સંટકનો સામનો કરવાનું આવ્યું છે. લગભગ રોજે રોજ અલગ-અલગ વિસ્તારોમાં પાણી કાપ જાહેર કરવો પડી રહયો છે. આવતીકાલે રાજકોટ મનપાના મેયર અને અન્ય પદાધિકારીઓની પસંદગી થવાની છે એ દિવસે પણ શહેરીજનોએ પાણી કાપ સહન કરવો પડશે. જેના પગલે ગૃહીણીઓમાં ભારે રોષની લાગણી પ્રસરી વળી છે.

મનપાના વોટર વર્કસ વિભાગની યાદી અનુસાર આવતીકાલે તા.12ને શુક્રવારે રૈયાધારા ફિરટલ પ્રાન્ટ, ગાંધીગ્રામ અને રીંગ રોડ તથા સોજીત્રા નગર હેડવર્કસ હેઠળ આવતા વોર્ડ નં.1, 2 (પાર્ટ), 8 (પાર્ટ), 9 અને 10 (પાર્ટ) માં પાણી વિતરણ બંધ રહેશે. એજ રીતે તા.13ને શનિવારે મવડિના વિસ્તારો અને ચંદ્રેશ નગરના હેડવક હેઠળના વોર્ડ નં.8 (પાર્ટ), 11 (પાર્ટ) અને 13 (પાર્ટ)માં પણ પાણી વિતરણ કરી શકાશે નહીં. બપોરે 12 વાગ્યા પછી જે વિસ્તારોમાં પાણી આપી શકાશે નહીં. એજ રીતે શનિવારે બજરંગવાડી અને રેલનગર હેડર્વક હેઠળના વોર્ડ નં.2 અને 3માં પાણી વિતરણ નહીં થાય. એજ દિવસે જયુબેલીના કેનાલ રોડ અને જંકશન સાઇડના વિસ્તારો હેઠળના વોર્ડ નં.2 (પાર્ટ), 3 (પાર્ટ), 7 (પાર્ટ) અને 14 (પાર્ટ) વિસ્તારોને પાણી નહીં મળે તા.14ને રવિવારે રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ અને સોજીત્રા નગર હેડવક હેઠળના વોર્ડ નં.1, 2 (પાર્ટ), 8 (પાર્ટ) અને 9, 10 (પાર્ટ) વિસ્તારોમાં પાણીનું વિતરણ કરવામાં નહીં આવે જેની જાહેર જનતાને નોંધ લેવા મનપાએ જણાવ્યું છે. હેડવકના સમ્પની સફાઇ અને અન્ય કામો માટે સટડાઉન કરવામાં આવ્યું હોવાથી આ ત્રણ દિવસ પાણી વિતરણ બંધ રખાયું છે.