આણંદના સરસા ગામમાં કોરોના વિસ્ફોટ, ૧૬ માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં છેલ્લા થોડા દિવસોથી ચિંતાજનક વધારો થઈ રહૃાો છે, ત્યારે આણંદ જિલ્લાના સારસા ગામમાં એક સાથે ૨૫ જેટલા પોઝિટિવ કેસ આવતા હડકંપ મચ્યો છે. જેને પગલે ગ્રામ પંચાયત દ્વારા એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના આદેશ અનુસાર, સારસામાં ૧૬ માર્ચ સુધી જીવન જરૂરિયાત સિવાયની તમામ દૃુકાનો બંધ રાખવાની રહેશે.

જ્યારે ગ્રામજનોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિત કોવિડ ગાઈડલાઈન્સનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. આ અંગે સારસાના સરપંચે જણાવ્યું કે, કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે ગામમાં આગામી એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ સવારના ૧૦ બાદ તમામ બજારો, હોટલો સહિતના વેપાર-ધંધા બંધ રાખવામાં આવશે. જ્યારે ગામની દૃુકાનો અને ગલ્લાઓ બપોરે ૧૨ વાગ્યા બાદ બંધ રહેશે. ગ્રામજનોને માસ્ક પહેરવા અને દરેક સભ્યોને કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્ત પણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.