આજથી ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ:EVM-વીવીપેટનું ફર્સ્ટ લેવલનું ચેકિંગ 

આજથી ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ:EVM-વીવીપેટનું ફર્સ્ટ લેવલનું ચેકિંગ 
આજથી ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ:EVM-વીવીપેટનું ફર્સ્ટ લેવલનું ચેકિંગ 
દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ ગઈ છે. તમામ રાજકીય પક્ષો રણનીતિ બનાવવા લાગી ગયા છે. આ વચ્ચે હવે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજથી રાજ્યમાં EVM અને વીવીપેટનું ફર્સ્ટ લેવલનું ચેકિંગ થશે.  

Visit Saurashtra Kranti Homepage here

કલેક્ટર સહિતના અધિકારીઓને જવાબદારી સોંપાઈ

રાજ્યના તમામ જિલ્લાને ફાળવવામાં આવેલા EVM અને VVPAT ની ચકાસણી કરવા સૂચન અપાયું છે. આ માટે કલેક્ટર, મામલતદાર અને નાયબ મામલતદાર સહિત અન્ય કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે ઇવીએમના ફર્સ્ટ લેવલ ચેકિંગનું સીધું વેબ કાસ્ટિંગ કરાશે. તમામ જિલ્લાના મામલતદાર, નાયબ મામલતદાર અને રેવેન્યુ તલાટીઓ બે સપ્તાહ માટે ઇવીએમ મશીનોની ચકાસણી કામગીરીમાં જોતરાઈ જશે.

Read National News : Click Here

40થી વધુ એન્જિનિયરો ગુજરાત પહોંચ્યા 

આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી એટલે કે 3 ઓક્ટોબરથી ગુજરાતભરમાં EVM અને વીવીપેટના ફર્સ્ટ લેવલની ચકાસણીની કામગીરી શરૂ થનાર છે. આ માટે ભેલના એન્જિનિયરોને બોલાવવામાં આવ્યા છે. ભેલના 40થી વધુ એન્જિનિયરો ગુજરાત પહોંચ્યા છે. અધિકારીઓને અપાયા આદેશ એન્જિનિયરો દ્વારા ઈવીએમ-વીવીપેટમાં ક્યાં ખામી છે તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા કલેક્ટર, મામલતદાર અને નાયબ મામલતદારને ઈવીએમ અને વીવીપેટની ચકાસણી 25 દિવસમાં પૂર્ણ કરવાનો આદેશ પણ અપાયો છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here