અમદાવાદ-ગુજરાતના ૧૦૦ સ્‍ટોક માર્કેટ ઓપરેટર્સ પર સેબીના દરોડા

અમદાવાદ-ગુજરાતના ૧૦૦ સ્‍ટોક માર્કેટ ઓપરેટર્સ પર સેબીના દરોડા
અમદાવાદ-ગુજરાતના ૧૦૦ સ્‍ટોક માર્કેટ ઓપરેટર્સ પર સેબીના દરોડા
અમદાવાદ સહિત ગુજરાતના ૧૦૦ જેટલા સ્‍ટોક માર્કેટ ઓપરેટર્સ પર સેબીના અધિકારીઓએ આજે દરોડા પાડયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગ્રે માર્કેટમાં આઇપીઓ પછે નાની અને મધ્‍યમ કદની કંપનીઓના આઇપીઓના શેર્સ મોટી સંખ્‍યામાં સામાન્‍ય અને શેરબજારની આંટીઘુંટી ન સમજતા રોકાણકારોને ગળે ભરાવવાની પ્રવૃતિ માર્કેટ ઓપરેટર્સે વધારી દીધી હોવાની જાણકારીને પગલેઆ દરોડા પાડવામાં આવ્‍યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

નાની અને મધ્‍યમ કદની કંપનીઓએ ૧૫મી ડિસેમ્‍બર સુધીમાં માર્કેટમાંથી રૂા.૪૩૦૦ કરોડ એકત્રિત કર્યા છે. આમ સ્‍ક્રિપ ઓપરેટર્સની પ્રવૃતિ પર બ્રેક લગાવવા માટે આ કાર્યવાહી ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.સ્‍ટોક માર્કેટ ઓપરેટર્સ મોટી સંખ્‍યામાં શેર્સ સામાન્‍ય રોકાણકારોના ગળામાં ભેરવીને ભાવનું તોફાન કરાવી રહ્યા હતા. નાની કંપનીઓના શેર્સ સ્‍ટોક માર્કેટ ઓપરેટર્સ ગેરકાયદેસર રીતે બજારમાં ઠાલવી રહ્યા હતા. સેબીના સર્વેલિયન્‍સ ડિપાર્ટમેન્‍ટના અધિકારીઓ પણ તેની સાથે સંકળાયેલા હતા. વોટ્‍સએપ, યુટયુબ, ઇન્‍સ્‍ટાગ્રામ અને ટેલિગ્રામ જેવા સોશીયલ મિડિયા પર પણ મોટા ગ્રુપ્‍સ બનાવીને સ્‍ટોકસ અંગે ટીપ્‍સ આપીને રોકાણકારોને લલચાવવાનું કામ કરી રહ્યા છે.

Read National News : Click Here

બહુ જ ઓછી જાણીતી કંપનીઓના શેર્સમાં સટ્ટો કરવવા તેઓ સક્રિય હોવાનું પણ સેબીના ધ્‍યાનમાં આવ્‍યું હતું. ઘણી બધી નાની કંપનીઓના શેર્સમાં સરક્‍યુલર ટ્રેડિંગ થયું હોવાનું અને ભાવને ઉછાળી દેવાની પ્રવૃતિ ચાલી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્‍યું છે. જુન મહિનામાં પણ માર્કેટ ઓપરેટર્સને ખામોસ કરવા માટે સેબીએ દરોડા પાડયા હતા. જુન માસમાં કોલકતાના ૫ અને મુંબઇના ૧ દલાલને ઝપટમાં લેવામાં આવ્‍યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here