અમદાવાદમાં મ્યુકર માઇક્રોસીસથી પીડાતા ૪૪ કેસ સિવિલમાં, ૯ના મોત

રાજ્યમાં કોરોના મહામારીનો કેર જોવા મળી રહૃાો છે. આ વચ્ચે નવી એક બીમારી સામે આવી છે. કોરોનાથી સ્વસ્થ થયેલા અને ડાયાબિટિસથી પિડાતા દૃર્દૃીઓમાં મ્યુકર માઇક્રોસીસ નામની બીમારી થઇ રહી છે.અમદૃાવાદૃ સિવિલ હોસ્પિટલમાં ૪૪ દૃર્દૃી આ બીમારીની સારવાર માટે આવ્યા છે જેમાંથી ૯ દૃર્દૃીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના પછી થતી આ બીમારી અંગે કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યુ હતું,

ગુજરાત સરકારે આ એલર્ટની વાત લોકોથી છુપાવી રાખી હતી જેને કારણે દૃર્દૃીઓએ વિકાસસીલ ગુજરાતમાં પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાંને કોતરી ખાય છે. આ બીમારીની અસર આંખ અને મગજ પર પણ થાય છે અને અંધાપો આવે છે. આ બીમારી કેન્સર કરતા પણ ઝડપથી પ્રસરી રહી છે. કોરોના વાયરસથી સ્વસ્થ થયેલા અને ડાયાબિટિસ કે અન્ય કોઇ બીમારીથી પીડાતા દૃર્દૃીઓની એન્ટી બોડી જનરેટ થઇ ગઇ છે, હવે કઇ નહી થાય તેમ માનવાની જરૂર નથી, ઉલટુ વધુ સાવચેત રહેવાની જરૂર છે.

કોરોનાને મ્હાત આપનારા દૃર્દૃીઓ હવે મ્યુકર માઇક્રોસીસ નામની બીમારીમાં સપડાઇ રહૃાા છે. આ બીમારીના લક્ષણોમાં શરદૃી, થોડાક સમય પછી નાક બંધ થઇ જવુ, રસી પડવી અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઇ હોય તેવું લાગે છે. જે માટે સિટી સ્કેન કરવુ પડે છે.આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાંને કોતરી ખાય છે. આ બીમારીની અસર આંખ અને મગજ પર પણ થાય છે અને અંધાપો આવે છે