મહેસાણા દૃૂધ ઉત્પાદક સંઘના પૂર્વ એમડી બક્ષીના ૨૧મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર

મહેસાણા દુધ ઉત્પાદૃક સંઘના (દુધસાગર ડેરી) પૂર્વ એમ.ડી. નિશિત બક્ષીની ધરપકડ બાદૃ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા તેમને રજૂ કરાતા અમદાવાદ સીટી સિવિલ અને શેષણ કોર્ટે આરોપીના ૨૧મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. આ કેસના અન્ય બે આરોપી વિપુલ ચૌધરી અને મૌઘજી ચૌધરી પણ હાલ રિમાન્ડ હેઠળ છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા આરોપી નિશિત બક્ષીના ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જોકે કોર્ટે તેમના ૨૧મી ડિસેમ્બર સવારના ૧૧ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. આ કેસમાં નિશિત બક્ષીના રિમાન્ડ મેળવવા માટે ક્રાઈમ દ્વારા ૧૩ કારણો રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી નિશિત બક્ષી વર્ષ ૨૦૧૨થી મહેસાણા દુધ ઉત્પાદક સંઘનો એમડી પદ ધરાવે છે અને તેમની સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ દૃાખલ કરવામાં આવ્યો છે.

આ કેસમાં ફરિયાદી અને સાક્ષીઓ દ્વારા ૨૧મી ઓક્ટોબર ૨૦૧૯ના રોજ એમડી નિશિત બક્ષીને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સરકારના ધારાધોરણ અને નિયમો પ્રમાણે આ વર્ષે દિવાળીના પહેલા સમયે કર્મચારીઓને ૮.૩૩ ટકા બોનસ ચૂકવવા સહમત થયા હતા. આ સિવાય વધારાની કોઈ રકમ આપવા સહમત હતા નહીં પરંતુ કર્મચારીઓએ સારું કામ કર્યું હોવાથી તેમને વધારાના આપવાના ઠરાવને પાછળથી ઠરાવ બુકમાં લખી દીધેલ છે. આરોપીને આપવામાં આવેલા પત્ર વિશે શું કાર્યવાહી કરી તેની તપાસ કરવાની બાકી છે.

કર્મચારીઓને બોનસ પેટે ચૂકવવામાં આવેલ આ રૂપિયા કઈ રીતે અને કયા માધ્યમથી વિપુલ ચૌધરી ના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા હતા. તેમાં આરોપીની શું ભૂમિકા હતી. તેની પણ તપાસ કરવાની બાકી છે. આ કેસમાં અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે અને દુધસાગર ડેરીની રાજસ્થાન અને હરિયાણામાં કેટલી શાખાઓ છે અને ત્યાં કેટલા નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યા છે તેની પણ તપાસની જરૂર હોવાથી આરોપીના રિમાન્ડ આપવામાં આવે. આ કેસના બે આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે ત્યારે ત્રીજા આરોપી એટલે કે નિશિત બક્ષીને પણ રિમાન્ડમાં સાથે રાખી એકસાથે પૂછપરછ કરવાની જરૂર છે.