સુરત:મંદિરેથી દર્શન કરી પરત ફરતું બાળક ટ્રકની અડફેટે આવતાં હાથ કપાયો

સુરત:મંદિરેથી દર્શન કરી પરત ફરતું બાળક ટ્રકની અડફેટે આવતાં હાથ કપાયો
સુરત:મંદિરેથી દર્શન કરી પરત ફરતું બાળક ટ્રકની અડફેટે આવતાં હાથ કપાયો
 સુરતના રસ્તા પર દોડતાં ભારે વાહનો છાસવારે અકસ્માત સર્જતા હોય છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક ટ્રકે કહેર મચાવ્યો હતો. મંદિરેથી દર્શન કરીને પરત ફરતું બાળક રસ્તામાં પોતાની મસ્તીમાં દોડતું રમતું ઘર તરફ આવી રહ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે ટ્રકની અડફેટે આવી જતાં હાથ કપાઈ ગયો હતો. પોતાના બાળકની ગંભીર હાલત જોઈને માતા સ્તબ્ધ થઈ ગઈ હતી.ડિંડોલી વિસ્તારમાં 5 વર્ષીય બાળકને ટ્રકે અડફેટે લીધો હતો. બાળકનું નામ ગૌરવ જ્ઞાન હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દુર્ઘટનામાં બાળકનો હાથ કપાયો હતો. જેથી બાળકને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બાળક ભગવાનના મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી.સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Read National News : Click Here

સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. જેમાં બાળક પોતાની મસ્તીમાં ઉતાવળા પગે રસ્તો ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે. બાળકનું ધ્યાન બીજી બાજુ હોવાથી પાછળથી આવતા ટ્રક પાછળ તેનું ધ્યાન રહ્યું નહોતું. જેના પગલે ટ્રક તેના પર ફરી વળ્યો હતો.જો કે ટ્રક ચાલકને અંદેશો આવતાં જ તેણે ટ્રક થંભાવી દીધી હતી. જો કે, ત્યાં સુધીમાં બાળકનો હાથ કચડાઈ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here