સિંગાપુરને મળ્યા મૂળ ભારતીય રાષ્ટ્રપતિ:થર્મન ષણમુગરત્નમે 70ટકા વોટ સાથે ઐતિહાસિક જીત હાંસલ

સિંગાપુરને મળ્યા મૂળ ભારતીય રાષ્ટ્રપતિ:થર્મન ષણમુગરત્નમે 70ટકા વોટ સાથે ઐતિહાસિક જીત હાંસલ
સિંગાપુરને મળ્યા મૂળ ભારતીય રાષ્ટ્રપતિ:થર્મન ષણમુગરત્નમે 70ટકા વોટ સાથે ઐતિહાસિક જીત હાંસલ
સિંગાપોરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સિંગાપોરમાં જન્મેલા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી થર્મન ષણમુગરત્નમે શુક્રવારે એટલે કે 1 સપ્ટેમ્બર ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે. મહત્વનું છે કે, તેમણે 2011 પછી પ્રથમ વખત યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચીની મૂળના બે હરીફોને હરાવ્યા હતા. ષણમુગરત્નમ પીપલ્સ એક્શન પાર્ટી (PAP) સાથે 20 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે.

Visit Saurashtra Kranti Homepage here

સિંગાપોરના રાજકારણમાં થર્મન ષણમુગરત્નમનું યોગદાન
થર્મન ષણમુગરત્નમનું પારિવારિક જીવન તેમની રાજકીય કારકિર્દી જેટલું જ ગતિશીલ અને પ્રેરણાદાયી છે. તેમના બાળકોને તેમના માતાપિતાનો જાહેર સેવાનો ઉત્સાહ વારસામાં મળ્યો છે. દરેક બાળકે એક અનોખો માર્ગ કોતર્યો છે. થર્મન ષણમુગરત્નમે સિંગાપોરના રાજકીય અને આર્થિક લેન્ડસ્કેપમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. થર્મન ષણમુગરત્નમનો જન્મ 1957માં થયો હતો. તેમણે નાયબ વડા પ્રધાન તરીકે અને બાદમાં 2008 થી 2011 સુધી નાણાં પ્રધાન તરીકે સેવા આપી હતી. થર્મનની પત્ની, જેન યુમીકો ઇટોગીએ તેમના જીવન અને કારકિર્દીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. થર્મન ષણમુગરત્નમના અંગત જીવન પર નજર કરીએ તો તેમના પરિવારમાં કુલ 6 લોકો છે.

તેની પત્નીનું નામ યુમીકો ઇટોગી છે. તેમને ચાર બાળકો છે. તેમના બાળકોના નામ માયા, આકાશ, કૃષ્ણ અને અર્જુન છે. થર્મન ષણમુગરત્નમના બાળકો તેમના માતાપિતાના પગલે ચાલ્યા છે. સૌથી મોટો બાળક માયા એક સામાજિક સાહસિક અને વકીલ છે, જ્યારે બીજો બાળક આકાશ સોફ્ટવેર એન્જિનિયર છે. બીજી તરફ બે નાના ભાઈ કૃષ્ણ અને અર્જુન અનુક્રમે અર્થશાસ્ત્ર, રાજકારણ અને સંગીત, આર્ટ્સના વિદ્યાર્થીઓ છે. ભારતીય મૂળના અર્થશાસ્ત્રી થર્મન ષણમુગરત્નમે 2011થી 2019 સુધી સિંગાપોરના નાયબ વડાપ્રધાન હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને કુલ 70.4 ટકા વોટ મળ્યા હતા.

Read About Weather here

જ્યારે તેમના હરીફ એન. કોક સોંગ અને ટેન કિન લિયાનને અનુક્રમે 15.7 ટકા અને 13.8 ટકા મત મળ્યા હતા. ચૂંટણી પંચના પ્રવક્તાએ આ જાણકારી આપી છે. આ તરફ વડાપ્રધાન લી સિએન લૂંગે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ ષણમુગરત્નમને અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય મૂળના અર્થશાસ્ત્રી થર્મન ષણમુગરત્નમનું નામ સિંગાપોરના રાજકારણમાં ઘણું મહત્વ ધરાવે છે. થર્મન ષણમુગરત્નમે સિંગાપોરના પીઢ રાજકારણી છે.  રાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ દેશના નાયબ વડાપ્રધાન અને નાણામંત્રી તરીકે પણ કામ કરી ચુક્યા છે. તેમની પોલિસી મેકિંગ કૌશલ્ય અદ્ભુત છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here