સરસ્વતી શિશુમંદિરના છાત્રો રામકૃષ્ણ આશ્રમ આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા

સરસ્વતી શિશુમંદિરના છાત્રો રામકૃષ્ણ આશ્રમ આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા
સરસ્વતી શિશુમંદિરના છાત્રો રામકૃષ્ણ આશ્રમ આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત પ્રવીણકાકા મણીઆર કેમ્પસ મારૂતિનગર ખાતે આવેલા શશીકાંત જી. બદાણી સરસ્વતી ગુજરાતી માધ્યમ તથા રણછોડનગર ખાતે આવેલા સરસ્વતી શિશુમંદિરના છાત્રોએ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમિત્તે રામકૃષ્ણ આશ્રમ આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

સરસ્વતી શિશુમંદિરના 50 જેટલા વિદ્યાર્થીઓએ 182 શાળા-કોલેજોના 9767 વિદ્યાર્થીઓ વચ્ચેની વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમથી લઈ તૃતિય ક્રમાંક મેળવીને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે રામકૃષ્ણ આશ્રમ આયોજિત ગુજરાતી મુખપાઠ સ્પર્ધામાં પીપળીયા હિતાર્થ અને રામાણી નક્ષ પ્રથમ, ધોળકિયા જીલ, પીઠડિયા ધ્વનિલ અને બુદ્ધદેવ નિક્ષિત દ્વિતીય, ભટ્ટી મયંક તૃતીય, હિન્દી મુખપાઠ સ્પર્ધામાં કાછેલા ગુંજન પ્રથમ, મચ્છર આર્ચી દૃતીય, પીઠડિયા આયુષ તૃતીય, અંગ્રેજી મુખપાઠ સ્પર્ધામાં ડોબરીયા હેત દ્વિતીય, વેશભૂષા સ્પર્ધામાં સગપરિયા ચૈતન્ય પ્રથમ, લીયા કુંજ દૃતીય, ચિત્ર સ્પર્ધામાં ગઢીયા પ્રથમ, રાઠોડ હિરેન દૃતીય, જૈનીલ વસોયા વૃષ્ટિ,   ભાલાસરા માહી અને અગ્રાવત દિયા ચતુર્થ, સંસ્કૃત મુખપાઠ સ્પર્ધામાં ભલગામા જય ચતુર્થ, વકૃત્વ સ્પર્ધામાં હિરપરા વાણી પ્રથમ, રામાણી હેતવી અને સોલંકી વેદ દૃતીય ક્રમાંક હાંસલ કર્યો છે. સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા સર્વે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here