નેપાળથી બે વિશાળ શાલિગ્રામ શિલાને અયોધ્યા લાવવામાં આવી રહી છે. આ શિલાઓમાંથી ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિ બનાવવામાં આવશે! આ બંને શિલા નેપાળના પોખરા સ્થિત શાલિગ્રામી નદી (કાલી ગંડકી)માંથી ભૂસ્તરશાસ્ત્રીય અને પુરાતત્ત્વીય નિષ્ણાતોની દેખરેખ હેઠળ કાઢવામાં આવી છે. 26 જાન્યુ.ના રોજ ટ્રકમાં ભરવામાં આવી, પૂજા કર્યા બાદ બંને શિલાને ટ્રક દ્વારા રોડ માર્ગે અયોધ્યા મોકલવામાં આવી રહી છે. એક શિલાનું વજન 26 ટન છે, જ્યારે બીજી શિલાનું વજન 14 ટન છે, એટલે કે બંને શિલાનું વજન 40 ટન છે.


Visit Saurashtra Kranti Homepage here
નેપાળની શાલિગ્રામ નદી ભારતમાં પ્રવેશ કરતાં જ નારાયણી બની જાય છે. સરકારી ચોપડે એનું નામ બુઢી ગંડકી નદી છે. શાલિગ્રામી નદીના કાળા પથ્થર ભગવાન શાલિગ્રામ તરીકે પૂજવામાં આવે છે. જણાવવામાં આવે છે કે શાલિગ્રામ પથ્થર માત્ર શાલિગ્રામી નદીમાં જ મળે છે. આ નદી દામોદર કુંડથી નીકળીને બિહારના સોનપુરમાં ગંગા નદીમાં ભળી જાય છે.રામ મંદિર ટ્રસ્ટના કામેશ્વર ચોપાલે જણાવ્યું હતું કે અમને હાલમાં શિલાઓને અયોધ્યા લાવવા માટે કહેવામાં આવ્યું છે. આ શિલાઓ અયોધ્યા પહોંચ્યા બાદ ટ્રસ્ટ પોતાનું કામ કરશે. આ શિલાઓ અયોધ્યામાં 2 ફેબ્રુઆરીના રોજ પહોંચી શકે છે. શાલિગ્રામી નદીમાંથી કાઢવામાં આવેલી આ બંને શિલાઓ લગભગ 6 કરોડ વર્ષ જૂની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કામેશ્વર ચોપાલે જણાવ્યું હતું કે નદીમાંથી આ વિશાળ શિલાને કાઢવા માટે સૌપ્રથમ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. નદીની માફી માગવામાં આવી હતી. વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. હવે એ શિલાઓને અયોધ્યા લાવવામાં આવી રહી છે. શિલા યાત્રાની સાથે લગભગ 100 લોકો ચાલી રહ્યા છે. વિશ્રામ સ્થળો પર તેમના રહેવા માટેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિહિપના કેન્દ્રીય ઉપાધ્યક્ષ જીવેશ્વર મિશ્ર, રાજેન્દ્ર સિંહ પંકજ, નેપાળના પુર્વ નાયબ વડાપ્રધાન કમલેન્દ્ર નિધિ, જનકપુરના મહંત પણ આ યાત્રામાં છે. તેઓ અયોધ્યા સુધી જશે. યાત્રાની સાથે રામ મંદિર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચોપાલ પણ છે.
Read About Weather here
શનિવારે આ શિલાઓ જનકપુર પહોંચી છે. ત્યાં બે દિવસ વિધિ સાથે પૂજન થશે. ત્યાર બાદ આ શિલાઓ બિહારના મધુબનીથી સહારઘાટ, બેનીપટ્ટી થઈને દરભંગા, મુઝફ્ફરપુર પહોંચશે. પછી 31 જાન્યુઆરીએ ગોપાલગંજ થઈને UPમાં એન્ટ્રી કરશે. બિહારમાં 51 જગ્યા પર શિલાનું પૂજન કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે બે મહિના પહેલાં કારસેવક પુરમમાં રુદ્રાભિષેક કરવા આવેલા નેપાળના સીતામઢીના મહંત આવ્યા હતા. તેમણે જ ટ્રસ્ટને આ શાલિગ્રામ શિલાઓ બાબતની જાણકારી આપી હતી. ત્યાર બાદ આ શિલાઓને નદીમાંથી બહાર કાઢવા અને અયોધ્યા લાવવા માટેનો કાર્યક્રમ નક્કી થયો. એમાં નેપાળની સરકારે પણ સામેલ થઈ હતી. સરકારની મંજૂરી બાદ જ નદીમાંથી શિલાઓ કાઢવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here