જાણો મુગલ ગાર્ડન હવે ક્યાં નામથી ઓળખાશે…!

જાણો મુગલ ગાર્ડન હવે ક્યાં નામથી ઓળખાશે…!
જાણો મુગલ ગાર્ડન હવે ક્યાં નામથી ઓળખાશે…!
શનિવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે ‘અમૃત ઉદ્યાન’ તરીકે ઓળખાશે. અમૃત ઉદ્યાન 15 એકરમાં ફેલાયેલું છે. ગાર્ડનને રાષ્ટ્રપતિ ભવનનો આત્મા માનવામાં આવે છે. તેમાં 138 પ્રકારના ગુલાબ, 10,000 થી વધુ ટ્યૂલિપ બલ્બ અને 70 વિવિધ પ્રજાતિઓના લગભગ 5,000 મોસમી ફૂલો છે. તે દર વર્ષે વસંતઋતુમાં સામાન્ય લોકો માટે ખોલવામાં આવે છે.
જાણો મુગલ ગાર્ડન હવે ક્યાં નામથી ઓળખાશે…! મુગલ ગાર્ડન

Visit Saurashtra Kranti Homepage here

રાષ્ટ્રપતિ 29 જાન્યુઆરીએ ઉદ્યાન ઉત્સવની શરૂઆત કરશે. ‘અમૃત ઉદ્યાન’ 31 જાન્યુઆરીએ સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે અને 26 માર્ચ સુધી લોકો અહીં ફરી શકશે. દર વર્ષની જેમ આ વખતે પણ 5થી 6 લાખ લોકોના આવવાની આશા છે.દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે તેને પ્રથમ વખત જાહેર જનતા માટે ખોલ્યું હતું. અહીં બ્રિટિશ અને મુગલ બન્ને ગાર્ડનની ઝલક જોઈ શકાય છે. રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ કરનાર આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે તેની ડિઝાઇન તૈયાર કરી હતી.

જાણો મુગલ ગાર્ડન હવે ક્યાં નામથી ઓળખાશે…! મુગલ ગાર્ડન

Read About Weather here

રાષ્ટ્રપતિના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી નાવિકા ગુપ્તાએ કહ્યું હતું કે મુગલ ગાર્ડનમાં આવનારા લોકોની સુવિધા માટે પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ સાથે 20 પ્રોફેશનલ્સ તૈનાત કરવામાં આવશે, જે લોકોને ગાર્ડન વિશે માહિતી આપશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here