રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૪ સપ્ટેમ્બરના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે આવનાર છે. મુખ્યમંત્રી સવારે ૧૦-૧૦ કલાકે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના P.M.S.S.Y. બિલ્ડિંગમાં કેથલેબનું ઉદ્ઘાટન કરશે.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારબાદ સવારે ૧૦-૩૦ કલાકે ભક્તિનગર ચોક નજીક કાર્યાલયનો શુભારંભ કરાવ્યા બાદ મુખ્યમંત્રી સવારે ૧૧-૦૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ૨૫ ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ તેઓ સવારે ૧૧-૩૦ કલાકે પરાપીપળીયા ખાતે એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લઈને સમીક્ષા કરશે. અને બપોરે ૧૨-૨૦ કલાકે રાણપરમાં જામનગર હાઇવે પર ચૌકીધાણી પાસે ન્યારી-૦૨ ડેમ નજીક શિવાંશ ફાર્મની મુલાકાત લેશે. તમામ કાર્યક્રમો પૂર્ણ થયે મુખ્યમંત્રી અનુકૂળતાએ અમદાવાદ જવા રવાના થશે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here