રાજકોટ:મેયર તરીકે નયનાબેન પેઢડિયા,ડે.મેયર તરીકે નરેન્દ્ર સિંહ જાડેજાનું નામ જાહેર

રાજકોટ:મેયર તરીકે નયનાબેન પેઢડિયા,ડે.મેયર તરીકે નરેન્દ્ર સિંહ જાડેજાનું નામ જાહેર
રાજકોટ:મેયર તરીકે નયનાબેન પેઢડિયા,ડે.મેયર તરીકે નરેન્દ્ર સિંહ જાડેજાનું નામ જાહેર
સુરત બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક કરી દેવામાં આવી છે. રાજકોટના મેયર તરીકે નયનાબેન પેઢડિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે, રાજકોટના નવા મેયર તરીકે છેલ્લાં 15 દિવસથી 4 નામો ચર્ચામાં હતાં.જેમાં દર્શનાબેન પંડ્યા, જ્યોત્સનાબેન ટીલાળા, નયનાબેન પેઢડિયા અને ભારતીબેન પરસાણા સહિતનાં નામનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

1 સપ્ટેમ્બરે હાથ ધરાઈ હતી સેન્સ પ્રક્રિયા

રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમનની ટર્મ પૂર્ણ થતાં પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા ગત 1 સપ્ટેમ્બરે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશના નેતાઓ જયંતિભાઈ કવાડિયા, આદ્યશક્તિબેન મજમુદાર અને બ્રિજરાજસિંહ દ્વારા કાઉન્સિલરો અને પદાધિકારીઓ પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા.જે બાદ પ્રદેશના નેતાઓ દ્વારા એક યાદી તૈયાર કરવામાં આવી હતી. જે યાદીને તેઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક રજૂ કરી હતી. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ પ્રદેશ મોવડી મંડળે હોદ્દાદારોના નામ પર મહોર લગાવી દીધી હતી. ત્યારે હવે આજે રાજકોટ મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરવામાં આવી છે.

Read Saurashtra Kranti E-Paper here 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here