રાજકોટએ સૌરાષ્ટ્રનું ગ્રોથ એન્જિન-વડાપ્રધાન

રાજકોટએ સૌરાષ્ટ્રનું ગ્રોથ એન્જિન-વડાપ્રધાન
રાજકોટએ સૌરાષ્ટ્રનું ગ્રોથ એન્જિન-વડાપ્રધાન
ધારાસભ્ય બનાવી મારી રાજકીય યાત્રાને લીલીઝંડી તમે બતાવી’તી, જેનું ઋણ કદી ચૂકવી શકાય તેમ નથી છતાં ધીમે-ધીમે ઉતારું છુંરાજકોટ એ સૌરાષ્ટ્રનું ગ્રોથ એન્જિન છે.રાજકોટવાસીઓને બપોરે સુવાનો સમય જોઇએ, પરંતુ આજે આટલી સંખ્યામાં આવીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા

કેમ છો બધા, વિજયભાઇ મને કાનમાં કહેતા હતા અને મેં પણ નોટિસ કર્યું કે, રાજકોટમાં કાર્યક્રમ હોઇ, રજાનો દિવસ ન હોય અને બપોરનો સમય હોય, આ સમયે સભા કરવાનો કોઇ વિચાર પણ ન કરે, પરંતુ આટલી મેદની, રાજકોટે બધા વિક્રમ આજે તોડી નાખ્યા, રાજકોટને બપોરે સુવા માટે સમય જોઇએ, નવા એરપોર્ટ અને મલ્ટિલેવલ ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ રાજકોટ માટે આજે મોટો દિવસ છે. આ વાત રેસકોર્સ ખાતેની જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇએ જંગી મેદનીને સંબોધતા કહી હતી. નરેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, વીતેલા વર્ષોમાં રાજકોટને મેં દરેક પ્રકારે આગળ વધતું જોયું છે. હવે રાજકોટની ઓળખ સૌરાષ્ટ્રના ગ્રોથ એન્જિન તરીકે થઇ રહી છે. અહીંયા ઉદ્યોગ ધંધા છે, સંસ્કૃતિ છે, ખાન-પાન છે, બધું જ છે, પરંતુ એક વાતની કમી મહેસૂસ થતી હતી. તમે પણ વારંવાર કહેતા રહેતા હતા પરંતુ આજે એ કમી પણ પૂરી થઇ ગઇ છે. થોડા સમય પહેલા હું નવા એરપોર્ટ પર હતો ત્યારે તમારી ખુશીનો મને ત્યાં પણ અહેસાસ થતો હતો. હું હંમેશાં કહું છું. રાજકોટે મને ઘણું બધું શિખવ્યું છે. મને પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો, મારી રાજનીતિની યાત્રાની શરૂઆતમાં લીલીઝંડી બતાવવાનું કામ રાજકોટે કર્યું છે. એટલે મારા પર રાજકોટનું કર્ઝ હંમેશા રહ્યું છે અને મારી પણ કોશિશ રહી છે કે એ કર્ઝને ઓછું કરતો રહું. આજે રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

હવે રાજકોટને દેશની સાથોસાથ દુનિયાના શહેરોની ફ્લાઇટ સીધી મળતી રહેશે. જેથી સૌરાષ્ટ્રના તમામ શહેરોને તેનો લાભ મળશે. મેં અગાઉ કહ્યું હતું કે, મારું રાજકોટ મિનિ જાપાન બની રહ્યું છે, ત્યારે વિરોધીઓએ મજાક ઉડાવી હતી પરંતુ આજે એ શબ્દો આપે સાચા કરી બતાવ્યા છે. અહીંયાથી ખેડૂતો માટે પણ શાકભાજી અને ખેતપેદાશો વિદેશના બજારમાં મોકલવાનું સહેલું થઇ જશે. એટલે રાજકોટને માત્ર એરપોર્ટ નહીં પરંતુ પૂરા ક્ષેત્રના વિકાસને નવી ઊંચાઇ અને ઉડાન આપનારું પાવરહાઉસ મળ્યું છે.

રાજકોટ શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ-10માં સ્થાન ધરાવે છે. જોકે વડાપ્રધાનની સભા માટે મેદની માટે પૂરતા પ્રમાણમાં મોબાઈલ ટોઈલેટ પણ ન હતા. આ કારણે છેક અમદાવાદ મહાનગરપાલિકાના મોબાઈલ ટોઈલેટ મગાવવા પડ્યા હતા. આ કારણે રાજકોટ મનપા ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાને પણ ટોઈલેટ પહોંચાડવાનો ખર્ચ આવ્યો હતો.

Read About Weather here

પીએમના કાર્યક્રમના સ્ટેજ પર પૂર્વ સીએમ વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ ત્રણેયે એક જ બ્લ્યૂ રંગની કોટી પહેરી હતી. ત્રણેયે એક સરખો ડ્રેસકોડ નક્કી કર્યો હોય તેવું દૃશ્ય સર્જાયું હતું.

રાજકોટના નવા એરપોર્ટના ઇન્ચાર્જ ડાયરેક્ટર દિગંત બોહરાને લાઇસન્સ આપ્યું હતું. નવા એરપોર્ટ પર સંભવત આગામી તારીખ 10 ઓગસ્ટ બાદ ફ્લાઈટ ઉડાન ભરશે જ્યારે એરપોર્ટ શિફ્ટ કરવામાં આવશે ત્યારે એક દિવસ જૂનું એરપોર્ટ સંપૂર્ણ બંધ રહેશે. જોકે તે અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેરાત કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here