માળીયા નજીક પશુને બચાવવા જતા સ્કોર્પિયો પલ્ટીમારી ગઇ:રાજકોટના યુવકનું મોત

માળીયા નજીક પશુને બચાવવા જતા સ્કોર્પિયો પલ્ટીમારી ગઇ:રાજકોટના યુવકનું મોત
માળીયા નજીક પશુને બચાવવા જતા સ્કોર્પિયો પલ્ટીમારી ગઇ:રાજકોટના યુવકનું મોત
જૂનાગઢ-સોમનાથ ધોરી માર્ગ પર આવેલા કેશોદ નજીક  પાણીધ્રા ગામ પાસે વહેલી સવારે  પશુને  બચાવવા  સ્કોર્પિયો ચાલકે ઓચિંતા બ્રેક મારતા સ્ક્ર્પિયો પલ્યી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં  રાજકોટના યુવાનનું મોત નિપજયુંં હતુ જયારે કારમાં સવાર અન્ય ચાર મિત્રોને સારવાર અર્ર્થે  હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ બનાવથી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દોડી જઈ ટ્રાફીક કલીયર કરાવી મૃતદેહને પી.એમ. કરાવી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં  રહેતો રાજુભાઈ લાલજીભાઈ  પરમાર સહિત ચાર મિત્રો જી.જે.18 બી.એ. 6327 નંબરની  સ્કોપિર્યો કારમાં સોમનાથ ખાતે જઈ રહ્યા હતા ત્યારે માળીયાના પાણીધ્રા  પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.રેઅચાનક પશુ રસ્તામા આડુ ઉતરતા તેને બચાવવા જતા ચાલક અચાનક બ્રેક મારતા સ્કોર્પિયો પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.

Read National News : Click Here

ગમખ્વાર અકસ્માતમાં   ગંભીર રીતે  ઘવાયેલા  રાજુભાઈ   લાલજીભાઈ પરમારનું  મોત નિપજયુંં હતુ. જયારે ઘવાયેલા  ધ્રોલના ગોપાલ માધવજી પરમાર, પાંચ ગડુભાઈ વરૂ,   રાજકોટના ભરત પોપટભાઈ રાબડીયા,અને ખીમજી થોભણ ટાટીયાને  સારવાર અર્થે  108 મારફતે કેશોદ ખાતે  ખસેડવામાં આવ્યા હતા. અને વધુ સારવાર  અર્થે જૂનાગઢ ખાતે ખસેડવામાંઆવ્યા હતા.આ બનાવને પગલે ટ્રાફીક  સર્જાતા જાણ પોલીસને   થતા સ્ટાફ  દોડી જઈ  ટ્રાફીકને  કલીયર કરાવી  મૃતદેહનું પી.એમ. કરાવી પરિવારજનોને  સોપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here