બોર્ડમાં 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી શાળાઓમાં 45 મિનિટ વધુ ભણાવી શિક્ષણ-પરિણામનું સ્તર સુધારાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ સહિત રાજ્યભરમાં 14 માર્ચથી બોર્ડની પરીક્ષા લેવાનાર છે ત્યારે ગયા વર્ષે રાજ્યભરની જે શાળાઓનું બોર્ડનું પરિણામ 30%થી ઓછું આવ્યું છે તેનું શૈક્ષણિક અને પરિણામનું સ્તર સુધારવા આ વર્ષે જ બોર્ડે અને શિક્ષણ વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં 30%થી ઓછું પરિણામ લાવનારી શાળાઓમાં શિક્ષકોએ દરરોજ 45 મિનિટ વધુ ભણાવવા નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લાની 27 શાળામાં આ પ્રમાણે શિક્ષણકાર્ય શરૂ પણ કરી દેવાયું છે. રાજકોટ જિલ્લાની 27 શાળાનું 30%થી ઓછું પરિણામ આવ્યું તેમાં હાલ દરરોજ 45 મિનિટ શિક્ષકો દ્વારા વધુ અભ્યાસ કાર્ય કરાવવામાં આવે છે.

Read About Weather here

આ ઉપરાંત રજાના દિવસોમાં પણ વિદ્યાર્થીઓને ભણવા બોલાવાય છે. નબળું પરિણામ લાવનારી શાળાઓનું શિક્ષણનું અને પરિણામનું સ્તર સુધારવા બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. દિવાળી સમયથી જ આ એક્શન પ્લાન અમલી કરી દેવાયો છે અને 30%થી ઓછું પરિણામ લાવનારી શાળાઓમાં અભ્યાસનો સમય વધારી દેવાયો છે. રજાના દિવસોમાં પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here