દેશના અત્યાર સુધીમાં સૌથી મોટા ડિપ્લોમેટીક ઈવેન્ટ જી.20 દેશોની શિખર પરિષદનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે અને આવતીકાલથી દિલ્હીમાં જી.20નો પ્રથમ નઝારો જોવા મળશે. કાલે શનિવાર સવારે 8.30 થી 12 અને બપોરે 4.30 થી 6 તથા ત્રીજુ રિહર્સલ સાંજના 7થી રાત્રીના 11 સુધીનું હશે અને તે ફુલ ડ્રેસ રીહર્લસર હશે જેના કારણે જયાં રીહર્લસર યોજાવાના છે.
Visit Saurashtra Kranti Homepage here
તે તથા તેની આસપાસના માર્ગો કલાકો સુધી બંધ રહેશે. દિલ્હી પોલીસે ટ્રાફીકની વૈકલ્પિક વ્યવસ્થા કરે છે. ખાસ કરીને એરપોર્ટ-રેલ્વે સ્ટેશન તથા ઈમરજન્સીમાં હોસ્પીટલ વિ.એ જવા માટે ખાસ માર્ગો નિશ્ર્ચિત કરાયા છે.દિલ્હીની નગર નિગમ સહિતની બસોના માર્ગ પણ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે અને રીહર્લસરના માર્ગો પર પોલીસ તથા અર્ધલશ્કરી દળોનો બંદોબસ્ત પણ રહેશે. દિલ્હીના આ માર્ગો પર લાખો રંગબેરંગી ફુલોના કુંડાઓ ગોઠવાયા છે તથા તમામ માર્ગોને પણ શણગારાયા છે. દિલ્હીના વિજળી તથા મોબાઈલના ટાવર્સને પણ રંગી દેવાયા છે તો વિજ-ગેસ સહિતની પેનલ બોકસ પણ રંગી દેવાયા છે. દિલ્હીમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને 500 કેમેરાથી પુરા લુણીયન્સ ઝોન પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને આ વિસ્તારની જે હોટેલોમાં વિદેશી મહાનુભાવો માટે રહેવાની વ્યવસ્થા છે તેની આસપાસના માર્ગો તથા આવાસ સહિતની બહાર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે તથા આ વિમાનના હોટેલોની અંદર પણ ખાસ ડ્રેસમાં સુરક્ષા અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે.
જો કે મોટાભાગના રાષ્ટ્રવડાઓની તેમની ખુદની સુરક્ષા વ્યવસ્થા સાથે આવી રહ્યા છે અને તેની એડવાન્સ ટીમો પણ પહોંચી ગઈ છે. આ ઉપરાંત 75 થી 360 ડીગ્રી ફરી શકતા પેનોરેમીક કેમેરા પણ ગોઠવાયા છે અને 225 ફિકસ ઈન્ફ્રાકટેડ કેમેરા પણ મુકાયા છે જે રાત્રીના પણ તસવીરો અને વિડીયો લઈ શકશે.તમામ ટ્રાફિક જંકશનો પર વધારાના કેમેરા પણ ગોઠવાયા છે. પ્રથમ વખત વિદેશી કંપની આ પ્રકારે સુરક્ષામાં જોડાયા છે અને 50 સ્માર્ટ પોલ ઉભા કરાયા છે જે કોઈપણ ભાગે સંદેશાવ્યવહાર વ્યવસ્થા જાળવી રાખશે.
♦ હોટેલો પર રીહર્લસર
દિલ્હીની હોટેલોમાં મહાનુભાવોનું આવાગમન હેલીકોપ્ટરથી થશે તેવા સંકેત છે. આ માટે ફાઈવ સ્ટાર હોટેલો, હોટેલોની છત પર હેલીકોપ્ટર લેન્ડીંગની વ્યવસ્થા છે અને જરૂર પણ મહાનુભાવોને ઉગારવા માટેના ઈમરજન્સી પ્લાન પણ તૈયાર રખાયા છે.
તમામ વીવીઆઈપીને માટે તેમના દેશની ઉપરાંત સ્થાનિક સ્તરે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો જે વિમાન તથા હેલીકોપ્ટર્સનો ઉપયોગ કરવાના છે તેના માટે સીઆરપીએફને ખાસ જવાબદારી સોપાઈ છે અને આસામ વિમાની મથક એ હવે આ પ્રકારના વિમાનો હેલીકોપ્ટર માટે હેંગરની કામગીરી બજાવશે.
Read About Weather here
♦ જીનપીંગના બદલે ચીનના વડાપ્રધાન લી જી-20માં આવશે
જો કે હજુ સતાવાર જાહેરાત નથી. જી.20 દેશની બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગ હાજર રહેશે નહી તેવા સંકેત છે તો હવે તેમના સ્થાને ચીનનું પ્રતિનિધિત્વ વડાપ્રધાન લી કિયાંગ કરી શકે છે. લી એ ચીનમાં બીજા નંબરના શક્તિશાળી નેતા માનવામાં આવે છે. જો કે હજું ચીને આ કાર્યક્રમની સતાવાર જાહેરાત કરી નથી પણ જે રીતે ભારત-ચીન વચ્ચે સરહદી નકશાનો વિવાદ છે તેથી જીનપીંગ ભારત આવવા માંગતા નથી તેવા સંકેત છે.
♦ જી-20નો કાર્યક્રમ
તા.3 સપ્ટેમ્બરથી વિદેશી પ્રતિનિધિઓનું આગમન શરૂ થશે. રાષ્ટ્રવડાઓ તા.8 અને 9ના રોજ પહોંચશે.
તા.3થી6 જી-20 શેરપાઓની આખરી બેઠક હશે. જેમાં વર્ષ દરમ્યાન થયેલા ઈવેન્ટની સમીક્ષા થશે અને નિર્ણયો લેવાશે.
તા.8 સપ્ટેમ્બરના રાત્રીના મોટાભાગના મહાનુભાવો દિલ્હી પહોંચી જશે જેમાં રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
તા.9 સપ્ટેમ્બરના સમીટનો સૌથી વ્યસ્ત દિવસ છે. જેમાં ત્રણ બેઠકો યોજાશે અને તેમાં તમામ રાષ્ટ્રવડાઓ હાજરી આપશે.
બેઠકોની વચ્ચે રાષ્ટ્રવડાઓ દ્વીપક્ષીય બેઠકો યોજાશે જે 50થી વધુ આ પ્રકારની બેઠકો યોજાશે.
તમામ કાર્યક્રમ ભારતીય મંડપમાં થશે.
રાત્રીના રાષ્ટ્રપતિ ભવનમાં તમામ રાષ્ટ્રવડાઓ માટે ભવ્ય ડીનર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવશે.
તા.10 સવારે તમામ રાષ્ટ્રવડાઓ એક સાથે મહાત્મા ગાંધીની સમાધી રાજઘાટ જઈ શકે છે. જો કે તે એક અનૌપચારીક હશે.
બપોરના જી-20ની આખરી બેઠક હશે જેમાં સંયુક્ત નિવેદન જાહેર કરાશે.સાંજે તમામ રાષ્ટ્રવડાઓ સ્વદેશ જવા રવાના થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here