દેવભુમિ દ્વારકા ખાતે અભ્યાસવર્ગમાં ભાગ લેવા કોર્પોરેટરો રવાના

દેવભુમિ દ્વારકા ખાતે અભ્યાસવર્ગમાં ભાગ લેવા કોર્પોરેટરો રવાના
દેવભુમિ દ્વારકા ખાતે અભ્યાસવર્ગમાં ભાગ લેવા કોર્પોરેટરો રવાના
શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલજીના નેતૃત્વમાં આગામી લોકસભાની ચુંટણીમાં ફરી દેશમાં ભાજપ સ2કા2નો ભવ્ય વિજય થાય અને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સત્તા સ્થાને આરૂઢ થાય અને દેશનો વિકાસ વણથંભ્યો ચાલુ રહે.

Visit Saurashtra Kranti Homepage here

ભ્રષ્ટાચાર વિરૂઘ્ધ તેમનીકાર્યવાહી આગળ ધપે અને સમગ્ર દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્રસરકારની વિવિધ ગરીબ કલ્યાણકારી યોજનાઓના લાભ લઈ માનવી પોતાનું જીવનધોરણ દરેક ક્ષેત્રમાં સુખમય બનાવે તે માટે ભારતીય જનતા પક્ષ પંચનિષ્ઠાને વરેલો છે અને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ, આગેવાનો સતત પ્રજાઓ વચ્ચે રહી કામ કરે છે. તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકતા સતત પ્રજાલક્ષી કામો માટે જાગૃત થાય તે માટે પ્રદેશ ભાજપની યોજના અનુસાર રાજકોટ મહાનગરના ભાજપના કોર્પોરેટરનો એક પ્રશિક્ષણ તાલીમ વર્ગ દ્વારકા ખાતે તા. 28/29-12-23ના રોજ કડવા પટેલ સમાજની વાડીમાં પ્રદિપભાઈ ખીમાણી, ઇન્ચાર્જ દ્વારા યોજવામાં આવેલ છે જેમાં સરકારની વિવિધ ગરીબ કલ્યાણકારી યોજનાઓ, ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની પધ્ધતિ સાથેનો ઇતિહાસ, પાર્ટીની વિચારધારા તેમજ જનભાગીદારી, મહાનગર પાલીકાની કાર્યપઘ્ધતિ તેમજ સોશીયલ મીડીયા વિશે વિસ્તૃત પ્રશિક્ષણ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.

Read National News : Click Here

આ પ્રશિક્ષણ તાલીમવર્ગમાં રાજકોટના ભાજપના તમામ કોર્પોરેટરો તેમજ શિક્ષણ સમિતીના સભ્યો આજ રોજ વહેલી સવારે દેવભુમિ દ્વારકા જવા માટે રવાના થયા હતા. કોર્પોરેટરો તેમજ શિક્ષણ સમિતીના સભ્યો માટે દ્વારકા ખાતે નિવાસ સહિતની વ્યવસ્થા મનીષ રાડીયા, સુરેન્દ્રસિંહ વાળા, કિર્તીબા રાણા, જયાબેન ડાંગર સંભાળી રહયા છે. આ તાલીમ વર્ગની રાજકોટ ખાતેની વ્યવસ્થા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી તેમજ મહેશભાઈ રાઠોડે સંભાળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here