ટાટનું પરિણામ જાહેર:37 ટકા ઉમેદવારોએ 120થી વધુ માર્ક મેળવ્યા

ટાટનું પરિણામ જાહેર:37 ટકા ઉમેદવારોએ 120થી વધુ માર્ક મેળવ્યા
ટાટનું પરિણામ જાહેર:37 ટકા ઉમેદવારોએ 120થી વધુ માર્ક મેળવ્યા
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.11 અને 12માં શિક્ષક બનવા માટે લેવામાં આવેલી ટાટ શિક્ષક અભિરૂચી ટેસ્ટ મેઇન્સનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 41250 ઉમેદવારો પૈકી 15,233 એટલે કે 36.92 ટકા ઉમેદવારોએ 120થી વધુ માર્કસ મેળવ્યા છે. જયારે 140થી વધારે ગુણ મેળવનારા ઉમેદવારોની સંખ્યા 2564 છે.

Visit Saurashtra Kranti Homepage here

ગત 17મી સપ્ટેમ્બરના રોજ મેઇન્સ લેવામાં આવી હતી.હાયર એજ્યુકેશન એટલે કે ધો.11- 12માં શિક્ષક બનવા માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ-એચએસ ટેસ્ટ લેવામાં આવે છે.ધો.9થી 12માં શિક્ષક બનવા માટેની દ્વિસ્તરીય કસોટી પધ્ધતિથી લાગુ કરવામાં આવી છે. જેના અનુસંધાનમાં અગાઉ ધો.9 અને 10 માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ગત તા.6 અને 13 ઓગ્સટના રોજ ધો.11 અને 12 માટે કુલ 20 વિષયોમાં પ્રિલિમનરી ટેસ્ટ લેવામાં આવી હતી. આ ટેસ્ટમાં 70થી વધુ ગુણ મેળવનારા એટલે કે કવોલીફાઇ થનારા 43933 વિદ્યાર્થીઓની ફાઇનલ પરીક્ષા ગત 17મી સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી. આમ, 17મીએ લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.જાહેર કરવામાં આવ્યું છે.

Read National News : Click Here

અમદાવાદ સહિત રાજકોટ,વડોદરા અને સુરત કેન્દ્ર પરથી કુલ બે સેશનમાં આ પરીક્ષા યોજવામાં આવી હતી. કુલ 200 ગુણની પરીક્ષામા 60 ટકા એટલે કે 120થી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો કવોલીફાઇ થતાં તેઓ શિક્ષક બનવા માટે અરજી કરી શકશે. રાજય પરીક્ષા બોર્ડે જાહેર કરેલા પરિણામમાં ગુજરાતી માધ્યમમાં કુલ 40269 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા જે પૈકી 160 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 56 છે. આજ રીતે અંગ્રેજી માધ્યમમાં 200માંથ 160 ગુણ મેળનારા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર બે છે. આગામી દિવસોમાં આ પરિણામના આધારે શિક્ષક બનવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here