કાલે જનરલ બોર્ડ : રાજકોટને નવા મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન મળશે

કાલે જનરલ બોર્ડ : રાજકોટને નવા મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન મળશે
કાલે જનરલ બોર્ડ : રાજકોટને નવા મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન મળશે
રાજકોટ મહાનગરને આવતીકાલે સવારે 11ના ટકોરે મનપાની બાકીની અઢી વર્ષની બીજી ટર્મ માટેના મેયર, ડે.મેયર અને સ્ટે.ચેરમેન મળી જવાના છે. કાલે સવારે વિદાય લેતા મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને અંતિમ અને ખાસ જનરલ બોર્ડ મળવાનું છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં પ્રદેશમાંથી સવારે 10 વાગ્યે મળનારા સંદેશા મુજબ નવા પદાધિકારીઓના નામ જાહેર કરવામાં આવશે. આ ટર્મમાં મેયર પદ મહિલા માટે (સામાન્ય) અનામત છે. આથી ડે.મેયર અને સ્ટે.ચેરમેન પદનું મહત્વ વધી જશે.હાલ જ્ઞાતિના ગણિતો મુજબ મેયર પદે પટેલ અથવા બ્રાહ્મણ, સ્ટે.ચેરમેન અને ડે.મેયર પદે બ્રાહ્મણ, પટેલ, ઓબીસી કોર્પોરેટરને પાર્ટી બેસાડી શકે તેવું ચિત્ર આજે અમદાવાદ, વડોદરાના પદાધિકારીની નિયુકિત બાદ ઉપસ્યું છે. તો કાલે સુરતમાં પણ નવા પદાધિકારીઓની વરણી હોય, આ નામો સાથે રાજકોટનું બેલેન્સ થશે તે નકકી છે. કાલે સવારે 11 વાગ્યે જનરલ બોર્ડમાં નવી ટર્મના મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડકની વરણી કરવામાં આવશે. સ્ટે.કમીટીના 12 સભ્યોના નામ જાહેર થશે.આ ઉપરાંત અઢી વર્ષ માટે 15 પેટા સમિતિના ચેરમેન સહિતના સભ્યોના નામ પણ જાહેર કરવામાં આવનાર છે.

પ્રદેશ ભાજપે નો-રીપીટ થીયરીની જાહેરાત કરી છે ત્યારે નવા ચહેરાઓમાં થનગનાટ ડબલ થઇ ગયો છે. વર્તમાન ચાર મુખ્ય પદાધિકારીમાંથી કોઇ રીપીટ નહીં થાય તે સ્પષ્ટ બન્યું છે. મેયર પદે ઉજળીયાત જ્ઞાતિમાંથી ચહેરો નકકી જેવો છે. આવતીકાલે મહિલા મેયર, ડે.મેયર, સ્ટે.કમીટીના ચેરમેન સહિતના 12 સભ્યો અને 15 ખાસ સમિતિના ચેરમેન તથા સભ્યોની નિમણુંક કરવાની દરખાસ્ત એજન્ડામાં સમાવવામાં આવી છે.આ જનરલ બોર્ડમાં નવા પદાધિકારીઓની નિયુકિત થવાની હોય આજે ચેમ્બરો બહાર સાફસફાઇ કરવામાં આવી હતી અને કાલે ઉત્સવ જેવો માહોલ થશે તે નકકી છે. ગત સોમવારે નવી નિમણુંક માટેની નીતિ જાહેર કરી દેવામાં આવી હતી. પ્રથમ વખત ત્રણ-ત્રણના બદલે ચાર-ચાર સભ્યોના નામની પેનલ પાર્ટીએ શહેર નેતાગીરી પાસેથી લીધી છે. આથી પાર્ટીએ પણ લાંબા વિચારના અંતે પદાધિકારી નકકી કરી લીધાનું જાણવા મળ્યું છે.

Read Saurashtra Kranti E-Paper here

નો-રીપીટના કારણે તમામ મુખ્ય પદ પર નવા ચહેરા આવી શકે છે. ભુતકાળમાં કોઇ મુખ્ય હોદા ન મળ્યા હોય તેઓ મેયર, ડે.મેયર કે સ્ટે.ચેરમેન બની શકે છે.મેયર પદ માટે જે પટેલ, બ્રાહ્મણ, જૈન, મહિલાઓના નામ ચાલે છે તેમાંથી કોઇની પસંદગી થવાની આશા છે. જો મેયર પદે પટેલ કોર્પોરેટર બેસે તો સ્ટે.ચેરમેન પદે બ્રાહ્મણ, લોહાણા કોર્પોરેટરના નામ આવી શકે છે. મેયર પદે અન્ય જ્ઞાતિના કોર્પોરેટર આવે તો સ્ટે.ચેરમેન અથવા ડે. મેયર પદે પટેલ, બ્રાહ્મણ, ઓબીસી કોર્પોરેટરની તક છે. મુખ્ય પદ પર કોઇ જ્ઞાતિના કોર્પોરેટરનો વારો આવ્યો ન હોય, તો તેવા નામો પણ આવી શકે છે. ક્ષત્રિય સમાજ અને ઓબીસીને પણ આ સિવાય શાસક પક્ષ નેતા કે દંડક તરીકે પદ મળવા સંભાવના છે. આ વખતે મેયર પદ મહિલા માટે અનામત છે. આથી ડે.મેયર અને સ્ટે.ચેરમેન પદે અનુભવ ધરાવતા અને તંત્ર સાથે સારૂ સંકલન કરી શકેતેવા કોર્પોરેટરને જવાબદારી મળી શકે છે. પાર્ટીએ નો-રીપીટ થીયરી સિવાય અન્ય કોઇ સંકેત આપ્યા નથી. આથી છેલ્લી ઘડી સુધીના સસ્પેન્સ વચ્ચે કવરમાંથી સરપ્રાઇઝ પણ નીકળી શકે તેવું ખુદ મોટા ભાગના કોર્પોરેટરો કહી રહ્યા છે.

મેયર પદ માટે વોર્ડ નં.4ના કોર્પોરેટર નયનાબેન પેઢડીયા, ડો. દર્શનાબેન પંડયા, પ્રીતિબેન દોશી, જયોત્સનાબેન ટીલાળા, જયાબેન ડાંગર, કંચનબેન સિધ્ધપુરા, આશાબેન ઉપાધ્યાય, ઋચીતાબેન જોશીના નામોની ચર્ચા વચ્ચે મેયર પદે પટેલ, બ્રાહ્મણ કોર્પોરેટરને પાર્ટી બેસાડી શકે છે. ડે.મેયર પદ માટે વોર્ડ નં.9ના કોર્પોરેટર જીતુભાઇ કાટોળીયા, ડો.અલ્પેશ મોરઝરીયા, બાબુભાઇ ઉધરેજા, દિલીપભાઇ લુણાગરીયા, અશ્વીન પાંભર, ચેતન સુરેજા, નીતિન રામાણી, કેતન પટેલ, નિરૂભા વાઘેલા, નરેન્દ્ર ડવના નામો ચાલી રહ્યા છે. સ્ટે.કમીટી ચેરમેન પદ માટે દેવાંગ માંકડ, નેહલ શુકલ, મનીષ રાડીયા અને જયમીન ઠાકર, અશ્વીન પાંભર, નીતિન રામાણી, કેતન પટેલના નામ ચાલે છે.મહાપાલિકામાં કાલે નવા પદાધિકારીઓની વરણી થવાની છે. ભાજપની બીજી ટર્મની ઇનિંગ શરૂ થશે ત્યારે મેયર, ડે.મેયર, ચેરમેન, ભાજપ કાર્યાલય ચેમ્બર બહાર આજે સાફસફાઇ પણ કરવામાં આવી હતી. જે નજરે પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here