સુરતના કાપોદ્રા વિસ્તારમાં મધરાત્રે એક આધેડ ઓવર બ્રિજ પરથી નીચે કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની સતાર્કતાને કારણે આધેડનો જીવ બચી ગયો હતો. નાઈટ પેટ્રોલિંગ કરતા પોલીસ કર્મચારીઓનું ધ્યાન જતા પોલીસ અધિકારીઓ દ્વારા રસ્તા પર નેટ પકડી ઊભા રહ્યા હતા અને ઉપરથી કૂદતા આધેડને બચાવી લેવાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
સુરતના કાપોદ્રા ચાર રસ્તા ખાતે બનાવવામાં આવેલ ઓવરબ્રિજ પરથી એક 50 વર્ષીય આધેડ આપઘાત કરતા હોવાની ઘટના બનવા પામી હતી. આધેડે બ્રિજ પરથી મધરાત્રે અઢીથી ત્રણ વાગ્યાના દરમિયાન કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સદનસીબે કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પોલીસ કર્મચારીનું ધ્યાન ઓવરબ્રિજ ઉપર ગયું હતું અને તેણે કોઈ વ્યક્તિ પુલ ઉપરથી કૂદતો જોયો હતો. જેને લઇ પોલીસે આ આધેડને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અને પોલીસની સતર્કતાએ આખરે આધેડને બચાવી લેવાયો હતો.
પોલીસ પાસેથી માહિતી મળી હતી કે કાપોદ્રા પોલીસ મથકથી 500 મીટર દૂર એક વ્યક્તિ રાત્રિના બેથી અઢી વાગ્યા દરમિયાન ઓવરબ્રિજની પાળી ઉપર ચડી ગયો હતો. અને જાણે આપઘાત કરવાનો હોય તેવું લાગી રહ્યું હતું. જેને લઇ પોલીસે તેને રોકવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો. પરંતુ આધેડ કોઈ જ બાબતે સમજતો ન હતો અને કૂદવાનો પ્રયાસ કરતો હતો. જેને લઇ પોલીસ સ્ટેશનથી નજીક કાપોદ્રા ફાયર સ્ટેશન આવ્યું છે ત્યાંથી ફાયરના અધિકારીઓને બોલાવી અને નેટ લઈ આવી નાઈટ પેટ્રોલિંગના પોલીસ કર્મચારીઓ નીચે પકડીને ઉભા રહ્યા હતા. આધેડને બ્રિજ પરથી કુદતો અટકાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે રોકાયો ન હતો અને કૂદી પડ્યો હતો. ત્યારે નીચે નેટ પકડીને પોલીસ કર્મચારીઓ ઊભા રહેતા તેનો જીવ બચી ગયો હતો.
Read About Weather here
કાપોદ્રા પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આધેડ જ્યારે ઉપરથી નીચે પડ્યા ત્યારે અમે નેટ પકડી ઉભા હતા. આટલો પ્રયાસ કર્યા છતાં નેટના ઝોલામાં ઊંચાઈથી પડતા તે જમીન પર થોડા પટકાયા હતા. જોકે નેટના કારણે આધેડને બહુ ઈજા પહોંચી ન હતી. માથા અને હાથના ભાગે વાગ્યું હોવાથી તે બેભાન થઈ ગયા હતા. જેથી 108 બોલાવી તાત્કાલિક તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here