પેરાશૂટે પ્લેનને ક્રેશ થતા બચાવી લીધુ..!

પેરાશૂટે પ્લેનને ક્રેશ થતા બચાવી લીધુ..!
પેરાશૂટે પ્લેનને ક્રેશ થતા બચાવી લીધુ..!
એક પેસેન્જર એરક્રાફ્ટને એક પેરાશૂટની મદદથી ક્રેશ થતા બચાવી લેવામાં આવ્યું હતું. સિંગલ એન્જિનવાળા આ વિમાનમાં 6 મુસાફરો હતા. આ તમામ લોકો સલામત છે. આમાંથી બે બાળકો પણ હતા. એકની ઉંમર માત્ર ત્રણ દિવસની જ હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રાઝિલના ગીચ જંગલ વિસ્તાર બેલો હોરિઝોનેટમાં કેટલાક પ્રવાસીઓ ફરી રહ્યા હતા. અચાનક તેમની નજર આકાશ તરફ ગઈ. એક વિમાન ઝડપભેર નીચેની તરફ આવી રહ્યું હતું, પરંતુ થોડી જ સેકન્ડોમાં આ વિમાનની નીચે પડવાની ગતિ એટલી જ ઝડપથી ઘટી ગઈ. વિમાનની ઉપર એક સફેદ અને લાલ પેરાશૂટ ખુલ્યું. તેણે મજબૂત દોરડાથી વિમાનને સંભાળી લીધું હતું.

થોડીવાર બાદ આ વિમાન એકદમ ધીમી ગતિએ જંગલની વચ્ચે જમીન પર ઉતર્યું અને ઉભુ રહી ગયું હતું. ગતિ ધીમી હોવાને કારણે ન તો વિમાનમાં આગ લાગી કે ન તો તે ક્રેશ થયું. અહેવાલો અનુસાર, લગભગ 28 હજાર ફૂટની ઊંચાઈએ આ વિમાનનું એન્જિનમાં ખામી સર્જાઈ હતી. આ એક જીવલેણ મામલો હતો કારણ કે આ વિમાન સિંગલ એન્જિનવાળું હતું.બ્રાઝિલના જે વિસ્તારમાં આ ઘટના બની, ત્યાં ગાઢ જંગલ છે.

Read About Weather here

આગ લાગવાની ઘટના પણ બનતી રહે છે. જો કે અહીં ફાયર સર્વિસ હંમેશા એલર્ટ રહે છે. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે ફાયર બ્રિગેડની ટીમ એરક્રાફ્ટની નજીક પહોંચી હતી અને વિમાનમાંથી 2 બાળકો સહિત તમામને બહાર કાઢ્યા હતા.આ એરક્રાફ્ટનું નામ Cirrus SR-22 છે અને તેનું અમેરિકામાં મેન્યુફેક્ચર કરવામાં આવ્યું છે. એક એક્સપર્ટ મુજબ Cirrus SR-22ની સેફ્ટી સિસ્ટમ ક્રુ મેમબર્સ કે પેસેન્જર માટે હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here