આજે રાજ્યમાં 8 મનપાના હોદ્દેદારોની કરાશે નિમણૂંક:9સપ્ટેમ્બરના ટર્મ પૂરી થતા નવા નામોની જાહેરાત

આજે રાજ્યમાં 8 મનપાના હોદ્દેદારોની કરાશે નિમણૂંક:9સપ્ટેમ્બરના ટર્મ પૂરી થતા નવા નામોની જાહેરાત
આજે રાજ્યમાં 8 મનપાના હોદ્દેદારોની કરાશે નિમણૂંક:9સપ્ટેમ્બરના ટર્મ પૂરી થતા નવા નામોની જાહેરાત
અમદાવાદ, ભાવનગર, સુરત અને વડોદરા સહિત 8 મહાનગરપાલિકાના હોદ્દેદારોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની 9 સપ્ટેમ્બરના રોજ ટર્મ પૂર્ણ થઈ છે, જેથી હવે નવા હોદ્દેદારોની નિમણૂક કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

તમામ મનપાના નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની જાહેરાત થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે અમદાવાદના નવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામની જાહેરાત થશે. આજે મહાનગરપાલિકાના કોર્પોરેટરોની બેઠક મળશે. આ બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડક સહિતના નામો જાહેર થશે. રાજકીય આલમમાં ચર્ચાતી વિગત અનુસાર મેયર માટે પ્રતિભા જૈન પ્રબળ દાવેદાર અને મેયર તરીકેની રેસમાં સૌથી આગળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ચર્ચા મુજબ અમદાવાદ મનપાના સૌથી મહત્વના ગણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જતીન પટેલ મુખ્ય દાવેદાર હોવાનું મનાઇ રહ્યું છે. બીજી બાજુ ડેપ્યુટી મેયર તરીકે અરવિંદ પરમાર પર પસંદગીનો કળશ ઢોળાઈ તેવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. જોકે આ તમામ બાબતે આજે ચિત્ર સ્પષ્ટ થશે.આ સાથે જ આજે વડોદરાને પણ નવ મેયર મળશે. આજે મહાનગરપાલિકાની સભામાં પદાધિકારીઓની વરણી કરાશે.  મહાનગરપાલિકાની સભામાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસકપક્ષના નેતા અને દંડકના નામની જાહેરાત થશે. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો અને સાંસદ સહિતના પદાધિકારી હાજર રહેશે. 

વડોદરામાં સાંસદ, બે ધારાસભ્યો અને સંગઠન એક થયું!
સૂત્ર દ્વારા મળતી વિગતો મુજબ, વડોદરામાં મેયર પદે હેમિષા ઠક્કર અને ડેપ્યુટી મેયર પદે ચિરાગ બારોટનું નામ નક્કી હોવાનું સામે આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે મનોજ પટેલનું નામ મૂક્યું છે. સાંસદે હેમિષા ઠક્કર, વિધાનસભા દંડકે મનોજ પટેલનું નામ મુક્યુ છે. સંગઠને ચિરાગ બારોટનું નામ સંકલન બેઠકમાં મુક્યુ છે. ત્રણ MLAએ મેયર પદે નંદાબેન જોશી અથવા વર્ષાબેન વ્યાસનું નામ મુક્યુ છે. ત્રણ MLAએ ડેપ્યુટી મેયર પદે ઘનશ્યામ પટેલનું નામ મૂક્યું છે. ત્રણ MLAએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે ડૉ.શિતલ મિસ્ત્રીનું નામ મૂક્યાની વિગતો સામે આવી છે.

ભાવનગર મહાનગરપાલિકામાં મેયર-ડેપ્યુટી મેયરની જાહેરાત થવાની છે. જેમાં મેયર તરીકે મહેશ વાજા, ભારતીબેન મકવાણા, અશોક બારૈયા, ભરત મકવાણાના નામની ચર્ચા છે. ડેપ્યુટી મેયર તરીકે ભાવના દવે, ભાવના સોનાની, મોના પારેખનું નામ આગળ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રાજુ રાબડીયા, ઉપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ મોખરે છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ભાવેશ મોદી, કુમાર શાહનું નામ આગળ હોવાની સૂત્રો પાપ્ત વિગતો છે. 

Read Saurashtra Kranti E-Paper here

સુરત મનપામાં 11 સપ્ટેમ્બરે નવી બોડીની રચના થવાની છે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની રેસમાં ક્યાં ક્યાં નામ છે તેના વિશે તમને જણાવીએ. મેયરની રેસમાં મૂળ સુરતી અશોક રાંદેરિયાનું નામ સૌથી ઓગળ છે. તેમજ દક્ષેશ માવાણી અને રાજૂ જોળિયાનું નામ પણ મેયર રેસમાં હોવાની ચર્ચા છે. ડેપ્યુટી મેયરની રેસમા ઉર્વશી પટેલ, નેન્સી શાહ પણ ચર્ચામાં છે. સ્ટેન્ડિંગ કમિટીમાં દિનેશ રાજપુરોહિત, દક્ષેશ માવાણી, રોહિણી પાટીલની ચર્ચા છે. શાસક પક્ષ નેતા તરીકે કોઇ પરપ્રાંતિયના હોવાની વિગતો છે.  

મોવડી મંડળ બંધ બાજીના પત્તા ખોલશે
મહત્વનું છે કે ગુજરાતની મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂર્ણ થતાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન માટે એક પછી એક કોર્પોરેટરને બોલાવીને તેમના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જેની યાદી બનાવીને પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી. ત્યાર હવે મોવડી મંડળ બંધ બાજીના પત્તા ખોલી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here