આજથી સંસદનું 5 દિવસીય સત્ર શરૂ:8 બિલ સહીત ચૂંટણી આયોગની નિયુક્તિ મુદ્દે ચર્ચા થશે

આજથી સંસદનું 5 દિવસીય સત્ર શરૂ:8 બિલ સહીત ચૂંટણી આયોગની નિયુક્તિ મુદ્દે ચર્ચા થશે
આજથી સંસદનું 5 દિવસીય સત્ર શરૂ:8 બિલ સહીત ચૂંટણી આયોગની નિયુક્તિ મુદ્દે ચર્ચા થશે
આજથી નવા સંસદ ભવનમાં પાંચ દિવસના વિશેષ સત્રની શરૂઆત થશે. સત્રના પહેલા દિવસે રાજ્યસભામાં 75 વર્ષની સંસદીય યાત્રા, ઉપલબ્ધિઓ, અનુભવ અને સીખ પર વાતચીત કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યસભામાં પોસ્ટઓફિસ બિલ 2023 અને મુખ્ય ચૂંટણી આયોગ સાથે જોડાયેલ બિલ રજૂ કરવામાં આવશે. બંને બિલ રાજ્યસભામાં રજૂ કર્યા પછી લોકસભામાં રજૂ કરવામાં આવશે. લોકસભામાં એડવોકેટ્સ અમેંડમેંટ બિલ 2023 અને પ્રેસ તથા રજિસ્ટ્રેશન ઓફ પીરિયોડિકલ્સ બિલ 2023 રજૂ કરવામાં આવશે, જે રાજ્યસભામાં પસાર થઈ ચૂક્યા છે. સત્રના પહેલા દિવસની કાર્યવાહી જૂની સંસદમાં થશે. 19 સપ્ટેમ્બરના રોજ નવા સંસદ ભવનમાં કામકાજ શરૂ થશે. સંસદ કર્મચારીઓ નવા સંસદ ભવનમાં નહેરૂ જેકેટ અને ખાકી રંગનું પેન્ટ પહેરશે. 5 દિવસના વિશેષ સત્રમાં કુલ 8 બિલ પર ચર્ચા કરવામાં આવશે. સર્વદળીય બેઠકમાં સદનના નેતાઓને જણાવવામાં આવ્યું છે કે, વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ પર એક બિલ અને SC/ST આદેશ સંબંધિત ત્રણ બિલને એજન્ડામાં ઉમેરવામાં આવ્યા છે. 

ચોમાસુ સત્ર દરમિયાન ચૂંટણી આયોગની નિયુક્તિ સંબંધિત બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, વિપક્ષે તેનો વિરોધ કર્યો હતો. જેમાં મુખ્ય ચૂંટણી આયોગ અને બે ચૂંટણી આયોગની સેવા શરતો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સમાન નહીં પરંતુ, કેબિનેટ સચિવની સમાન રાખવાની માંગ કરવામાં આવી છે. જે તેમના હોદ્દા કરતા ઉતરતી કક્ષાએ જોવામાં આવી રહ્યું છે. ભાજપ સહિત અન્ય લોકો જણાવી રહ્યા છે કે, લોકસભા અને રાજ્ય વિધાનસભા જેવી નિર્વાચિત વિધાયિકાઓમાં મહિલાઓ માટે કોટા સુનિશ્ચિત કરવા માટે કે બિલ રજૂ કરવામાં આવશે. 

મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા

પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે, પાંચ દિવસના સત્રમાં મહિલા આરક્ષણ બિલ લાવવાની માંગ પર યોગ્ય નિર્ણય લેવામાં આવશે. વિભિન્ન દળ મહિલા આરક્ષણ વિધેયક લાવવાની માંગ કરી રહ્યા છે. તમામ સાંસદોને મંગળવારે સવારે 09:30 વાગ્યે ગૃપ ફોટો માટે બોલાવવામાં વ્યા છે. ગૃપ ફોટો માટે જૂની ઈમારતના આંગણામાં વ્યવસ્થા કરવામાં આવી છે. નવા સંસદ ભવનમાં પ્રવેશ માટે સાંસદોને નવા ઓળખપત્ર આપવામાં આવ્યા છે. પાંચ દિવસના વિશેષ સત્ર દરમિયાન તમામ કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રીઓને હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યસભા અને લોકસભામાં એક-એક મંત્રીની કાર્યવાહી દરમિયાન રોસ્ટર ડ્યૂટી મુકવામાં આવે છે. 

Read Saurashtra Kranti E-Paper here

સર્વદળીય બેઠક

રવિવારે સર્વદળીય બેઠક યોજવામાં આવી હતી, જેમાં અનેક વિપક્ષ દળના નેતા શામેલ થયા હતા. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, ડીમકે નેતા વાઈકો, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા વી. શિવદાસન પણ બેઠકમાં હાજર રહ્યા હતા. સર્વદળીય બેઠકમાં મહિલા આરક્ષણ બિલને પસાર કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષ પાર્ટીઓએ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢાની બહાલીની માંગ કરી છે. ચૂંટણી આયોગની પસંદગી પ્રક્રિયામાં કોઈ ફેરફાર ના કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. મહિલા આરક્ષણ, જાતિ જનગણના, અદાણી મામલે, CAG રિપોર્ટ, મણિપુર મેવાત સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરવામાં આવી હતી. સર્વદળીય બેઠકમાં અનેક નેતાઓએ જણાવ્યું છે કે, મહિલા આરક્ષણ બિલને પસાર કરવું જોઈએ. 

નવું સંસદ ભવન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનની આધારશિલા મુકી હતી અને 28 મે 2023ના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું છે. 29 મહિનામાં સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ત્રિકોણ આકારમાં છે.64,500 વર્ગમીટરમાં બનેલ છે, જેનું નિર્માણ કરવામાં 862 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જૂના સંસદ ભવનમાં લોકસભામાં 545 અને રાજ્યસભામાં 245 સાંસદ બેસવાની જગ્યા છે. નવા સંસદ ભવનમાં 888 સાંસદ બેસી શકે છે. સંયુક્ત સંસદ સત્ર દરમિયાન 1,272 સાંસદ બેસી શકશે. રાજ્યસભા ચેમ્બરમાં 384 સાંસદ આરામથી બેસી શકે છે. નવા સંસદ ભવનમાં લોકસભા ચેમ્બરને રાષ્ટ્રીય પક્ષી મોર અને રાજ્યસભા ચેમ્બરને રાષ્ટ્રીય ફૂલ કમળના થીમ પર બનાવવામાં આવ્યું છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here