અમરેલીમાં પીજીવીસીએલે કલાકો સુધી વીજ પુરવઠો બંધ કરતા રોષ

અમરેલીમાં પીજીવીસીએલે કલાકો સુધી વીજ પુરવઠો બંધ કરતા રોષ
અમરેલીમાં પીજીવીસીએલે કલાકો સુધી વીજ પુરવઠો બંધ કરતા રોષ
અમરેલી જિલ્લાકક્ષાનું શહેર હોવા છતાં સગવડ વધવાનાં બદલે ઘટતી જાય છે. રેલ્વે, એસ.ટી. સહિતની જરૂરી સુવિધા પુરતી નથી ત્યાં જિલ્લાકક્ષાનાં શહેરમાં પીજીવીસીએલ દ્વારા ગમે ત્યારે લાઈટ બંધ કરી દઈ ચાર-પાંચ કલાક સુધી લોકોને બાનમાં રાખે છે.

Visit Saurashtra Kranti Homepage here

પીજીવીસીએલ ઘ્વારા 1 રૂપિયાની વસુલાત માટે થઈ ગ્રાહકને કોર્ટમાં ઘસડી જાય છે અથવા તો જેમને લાઈટનાં મીટર નથી તેવા લોકોને મસમોટા લાઈટબીલ ફટકારવામાં પાવરધી બનેલી વીજ કંપની લોકોને સગવડ આપવામાં છેલ્લી પાયરી ઉપર બેસી જાય છે. અમરેલી શહેરમાં ગુરૂવારનાં રોજ રીપેરીંગ માટેનો સમય નકકી કરી લાઈટ બંધ કરી દેવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી આ વીજ કંપની ગમે ત્યારે લાઈટ કાપ કરી લોકોને મુશ્કેલીમાં મુકી દે છે.    

Read National News : Click Here

વીજ ચેકીંગનાં નામે શહેરીજનોનાં ઘરમાં રાત્રીનાં પણ આતંકવાદીઓની જેમ ઘુસી આવતા આ વીજ કર્મીઓ, અધિકારીઓ ગ્રાહકોને રાત્રે પણ લાઈટ આપવામાં અનેક વખત નિષ્ફળ રહૃાાં છે. અમરેલી શહેરમાં ગમે ત્યારે લાઈટ પુરવઠો બંધ થઈ જાય છે. ત્યારે લોકો ઘ્વારા ફોલ્ટસેન્ટરમાં ફોન કરવામાં આવે તો ફરજ પરના કર્મીઓ લેન્ડ લાઈન અથવા તો મોબાઈલ ફોન પણ ઉપાડવાની તસ્દી લેતા નથી. જયારે અધિકારીઓનો સંપર્ક કરવામાં આવે તો આ વીજ કંપનીનાં અધિકરીઓ પણ પોતાની લાચારી દર્શાવી થોડી વારમાં લાઈટ શરૂ કરાવી આપવા માત્ર આશ્ર્વાસન જ આપે છે. કેટલાંક માથાભારે વીજ કર્મીઓ અધિકારીઓને પણ જવાબ આપતા ન હોય તેમ પણ જાણવા મળેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here