અમરેલીનાં માર્કેટયાર્ડમાં લાલચટક મરચાની ભરપૂર આવક

અમરેલીનાં માર્કેટયાર્ડમાં લાલચટક મરચાની ભરપૂર આવક
અમરેલીનાં માર્કેટયાર્ડમાં લાલચટક મરચાની ભરપૂર આવક
અમરેલી માર્કેટયાર્ડમાં આ વર્ષે સુકા લાલ મરચાની જાહેર હરરાજી શરૂ કરેલ હોય જેમાં દિવસે ને દિવસે આવક વધતી જતી હોય ત્યારે ગત તા. 30/1ર/ર0ર3નાં રોજ 1348 ભારી મરચાની આવક થયેલ હોય અને સાથે જ ખેડૂતોને રાજકોટ, ગોંડલ માર્કેટયાર્ડ જેટલો જ મરચાનો ભાવ મળતો હોય જેથી ખેડૂતો પણ ખૂબ જ ખૂશ-ખૂશાલ છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલ ગોંડલ અને રાજકોટ તાલુકાનાં મરચાની જ ધુમ આવક હોય. ત્યારે માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ સંઘાણી તથા પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રા ખેડૂતોને મળવા માટે રૂબરૂ પહોંચી ખેડૂતો સાથે વાર્તાલાપ કરેલ અને ખેડૂતભાઈઓને કોઈ અગવડતા હોય તો જણાવવા કહેતા ખેડૂતભાઈઓએ જણાવેલ કે અમરેલીનાં આધુનિક માર્કેટયાર્ડમાં અમોને કોઈ પણ પ્રકારની અગવડતા નથી અને ગોંડલ, રાજકોટમાં જયારે અમે આજની બજારભાવ જોઈએ માલ વેંચવા મુકીએ ત્યારે ત્યાં અમારો વારો રપ થી 30 વિદસે આવે છે.

Read National News : Click Here

ત્યારે શું ભાવ હોય એ કેમખબર ? ઉપરાંત અમારા માલની રેઢી હરરાજી થાય અને રેઢો તોલ થાય છે અને સાથે સાથે માલનો ખૂબ બગાડ થાય છે અને એક મહિના પછી પૈસા હાથમાં આવે છે. જયારે અમરેલી માર્કેટયાર્ડમાં અમારી નજર સામે જ હરરાજી થાય અને નજર સામે જ તોલ થાય છે અને બપોરે માર્કેટયાર્ડ તરફથી સ્વાદિષ્ટ ભોજન મળે અને પૈસા લઈને જ ઘરે જતાં રહીએ છીએ જેથી અમે બધા ખેડૂતો ખૂબ ખૂશ છીએ. આમ માર્કેટયાર્ડના સેક્રેટરી તુષારભાઈ હપાણીએ એક યાદીમાં જણાવેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here