RBI નાણાકીય સ્થિરતા રિપોર્ટ જાહેર: લોકોની બચત ઘટવા સાથે કોરોના મહામારીના કારણે બચતની પધ્ધતિમાં મોટો ફેરફાર આવ્યો

પુરા દેશમાં લોકોની નેટ બચતમાં મોટો ઘટાડો અને ખર્ચમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતીય રીઝર્વ બેંકે નાણાકીય સ્થિરતા રિપોર્ટ 2024માં જાહેર કર્યું છે કે છેલ્લા એક દાયકામાં લોકોની બચત ઘટવા સાથે કોરોના મહામારીના કારણે બચતની પધ્ધતિમાં મોટો ફેરફાર આવ્યો છે.

આરબીઆઈના અહેવાલ મુજબ બચત ઘટવાના બે મુખ્ય કારણ છે. પહેલુ.. હવે લોકો સોના ચાંદી, જમીન, ઘર અને મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરે છે. બીજુ.. લોકોનો ઘરનો ખર્ચ વધ્યો છે જેના કારણે નેટ બચત ભાંગી ગઈ છે.

RBI નાણાકીય સ્થિરતા રિપોર્ટ જાહેર: લોકોની બચત ઘટવા સાથે કોરોના મહામારીના કારણે બચતની પધ્ધતિમાં મોટો ફેરફાર આવ્યો રિપોર્ટ

2022-23માં ભારતની નેટ બચતમાં નેટ આવકનો હિસ્સો 29.7 ટકા હતો. 2022-23માં પરિવારોના પ્રાથમિક બચતકર્તાઓની ભાગીદારી 60.9 ટકા હતી. જયારે 2013થી 22 વચ્ચે આ ટકાવારી 63.9 ટકા હતી.

રિપોર્ટ મુજબ આ રીતે લોકોની નેટ બચતમાં 11.3 ટકાનો ઘટાડો દેખાયો છે. જે 2022-23માં ઘટીને 28.9 ટકા રહી ગઈ છે. જયારે 10 વર્ષની સરેરાશ 39.8 ટકા છે. સતત ખર્ચમાં થતા વધારાના કારણે બચત ઘટતા જીડીપીમાં નેટ બચતનો હિસ્સો 2.7 ટકા ઘટયો છે.

RBI નાણાકીય સ્થિરતા રિપોર્ટ જાહેર: લોકોની બચત ઘટવા સાથે કોરોના મહામારીના કારણે બચતની પધ્ધતિમાં મોટો ફેરફાર આવ્યો રિપોર્ટ

કાયદા અગાઉ આ દર 8 ટકા હતો. લોકોને શેરબજારમાંથી પણ સારૂ રીટર્ન મળી રહ્યું છે. બેંકોના વ્યાજ કરતા સારો ફાયદો થાય છે. બેંકોમાં સરેરાશ 7થી 8 ટકા રિટર્ન મળે છે. પરંતુ શેરબજારમાં ભારે નફો છે.

RBI નાણાકીય સ્થિરતા રિપોર્ટ જાહેર: લોકોની બચત ઘટવા સાથે કોરોના મહામારીના કારણે બચતની પધ્ધતિમાં મોટો ફેરફાર આવ્યો રિપોર્ટ

કોરોના બાદ બચત તો ઘટી છે પરંતુ લોન લેવાની પ્રવૃતિમાં વધારો થયો છે. મિલ્કત કે વાહન ખરીદવા માટે લોકો સરળતાથી લોન લેવા પહોંચી જાય છે. ખેતી અને ધંધા માટે લોન લેવાઈ રહી છે. કોરોનાના સમયગાળા દરમિયાન બચતમાં ડરના કારણે થોડો વધારો થયો હતો. પરંતુ આ બાદ લોન લેવાનું ચલણ વધી ગયું છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here