EVM સ્ટ્રોંગ રૂમના નામે તંત્રએ જ અંજારની 1700 વિદ્યાર્થિનીઓની લેબોરેટરી છીનવી

EVM સ્ટ્રોંગ રૂમના નામે તંત્રએ જ અંજારની 1700 વિદ્યાર્થિનીઓની લેબોરેટરી છીનવી
EVM સ્ટ્રોંગ રૂમના નામે તંત્રએ જ અંજારની 1700 વિદ્યાર્થિનીઓની લેબોરેટરી છીનવી
ગુજરાતમાં વિદ્યાર્થિનીઓ માટેની સૌથી મોટી સરકારી શાળા અંજારની કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલમાં 1700થી વાધુ વિદ્યાર્થિનીઓની વિજ્ઞાનના પ્રયોગોની લેબોરેટરી સરકારી તંત્રએ ઈ.વી.એમ. સ્ટ્રોંગ રૂમના નામે છીનવી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના બાળકોમાં વિજ્ઞાન પરત્વે જીજ્ઞાસા અને જ્ઞાન વાધે તેવા સ્વપ્નને સાકાર કરવા કેન્દ્ર સરકારે દેશની અનેક શાળાઓમાં ટિકરિંગ લેબોરેટરીઓ શરૂ કરાવી છે. કમનસીબે, કચ્છના અંજારમાં વર્ષ 2018માં બનાવવામાં આવેલી આ લેબોરેટરી વર્ષ 2019થી બંધ હાલતમાં છે. વર્ષ 2019માં સરકારી તંત્રએ સ્ટ્રોંગ રૂમના નામે છીનવેલી આ લેબોરેટરીની જગ્યા પાંચ વર્ષાથી પરત કરી નાથી. 12 લાખ રૂપિયા ફાળવવામાં આવતાં બનાવાયેલી લેબોરેટરીનો સામાન ધૂળ ખાઈ રહ્યો છે. જેને વિજ્ઞાનમાં  રસ હોય તે વિદ્યાર્થિનીઓ પ્રેક્ટિકલ અને એડવાન્સ કક્ષાની જાણકારી મેળવી શકે, નવા પ્રોજેક્ટ બનાવી શકે તેવા હેતુથી શરૂ કરાયેલી લેબોરેટરી સરકારી તંત્રના સકંજામાંથી છૂટે અને ફરી વિદ્યાર્થિનીઓ ફરી વખત ‘અટલ ટિકરિંગ લેબ’માં ભણતી થાય તે માટે વાલીઓ જાગૃત થયાં છે. રજૂઆત બાદ પણ લેબોરેટરી જલ્દી ચાલુ ન કરાય તો આંદોલન છેડવાની ચિમકી પણ આપી છે.

ગુજરાતની સૌથી મોટી સરકારી વિદ્યાર્થિનીઓ માટેની હાઈસ્કૂલ અંજારમાં છે. અંજારની કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલમાં 1700થી વાધુ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.  સરકારે ‘બેટી પઢાઓ, બેટી બચાવો’ને સાકાર કરવા અને અંજારની બાળકીઓ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વાધે તેવા હેતુાથી રૃ. ૧૨ લાખના ખર્ચે વિશાળ હોલમાં અટલ ટિંકરિંગ લેબોરેટરી બનાવી હતી. જેમાં બાળકીઓ જેને વિજ્ઞાનમાં થોડો પણ રસ હોય તે તેમાં પ્રેક્ટિકલ અને એડવાન્સ કક્ષાની જાણકારી મેળવી શકે, નવા પ્રોજેક્ટ બનાવી શકે તેવા હેતુાથી આ લેબ વર્ષ 2018માં બનાવવામાં આવી હતી. પરંતુ જાણે વિદ્યાર્થનીઓ સારું જ્ઞાન મેળવે તેમાં કોઈને વાંધો પડયો હોય તેમ ચૂંટણીના નામે ઈવાએમના સ્ટ્રોંગ રૃમ તરીકે વપરાશ કરવા જે હાલમાં લેબ કાર્યરત હતી તે લેબનો સામાન વિખેરી નાંખી તેની જગ્યાએ ઇવીએમ અને અન્ય ચૂંટણીલક્ષી સામગ્રી રાખી દેવામાં આવી છે.

જેના કારણે આજની તારીખે પણ ૧૭૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ તમામ સુવિધા હોવા છતાં સારું ભણતર મેળવવામાં અસમાર્થ છે. વાતવાતમાં પાંચ વર્ષ વિતી જતાં વિદ્યાર્થિનીઓની લેબોરેટરી સરકારી તંત્રના પાપે છીનવાઈ છે.આ અંગે મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૮માં કેન્દ્ર સરકારના એન.આઈ.ટી.આઈ. આયોગના સૌજન્યથી ગુજરાતની સૌથી મોટી ગર્લ્સ હાઈસ્કૂલ એવી અંજારની કેકેએમએસ ગર્લ્સ હાઈસ્કૂલમાં અટલ ટિંકરિંગ લેબ રૂ. 12 લાખના ખર્ચે શરૂ કરવામાં આવી હતી. ઉદ્દઘાટન કરતાં તે સમયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ  વિદ્યાર્થીનીઓ માટે સરકારની આ મહત્વની ભેટ ગણાવી અંજારની બાળકીઓ હવે વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ આગળ વાધી શકશે તેવી આશા વ્યક્ત કરી હતી. પરંતુ સરકારની આ યોજનાની પાથારી ખુદ સરકારના જ કર્મચારીઓએ ફેરવી નાખી હતી.

Read National News : Click Here

માત્ર એક વર્ષ આ લેબ કાર્યરત રહ્યા બાદ વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂટણી  સમયે ઇવીએમ માટેના સ્ટ્રોંગ રૃમ તરીકે ઉપયોગમાં લેવા માટે અટલ ટિંકરિંગ લેબનો સામાન હટાવી તેની જગ્યાએ ઇવીએમ રાખી દેવામાં આવ્યા હતા. જે બાદ વિાધાનસભા, સૃથાનિક સ્વરાજ્યની ચૂંટણી વગેરે તમામ ચૂંટણીઓમાં કેકેએમએસ ગર્લ્સ હાઈસ્કૂલનો જ કંટ્રોલ રૃમ તરીકે ઉપયોગ થવા લગતા આજની તારીખે તમામ સાધનો હોવા છતાં શાળાની બાળકીઓને એડ્વાન્સ લેવલનું ભણતર નાથી મળી રહ્યું. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here