શેરબજારમાં તેજી : ઈન્વેસ્ટરોને 80 લાખ કરોડની થઇ કમાણી…

શેરબજારમાં તેજી : ઈન્વેસ્ટરોને 80 લાખ કરોડની થઇ કમાણી...
શેરબજારમાં તેજી : ઈન્વેસ્ટરોને 80 લાખ કરોડની થઇ કમાણી...

ભારતીય શેરબજાર રેકોર્ડબ્રેક તેજીમાં ધમધમી રહ્યું છે.ઈતિહાસમાં પ્રથમ વખત 80.000 ની સપાટી પાર કરી છે. આ પૂર્વે 11 ડીસેમ્બર 2023 ના રોજ 70,000 તથા 9 એપ્રિલ 2024 ના રોજ ચુકવવાનું લેવલ ક્રોસ કર્યું છે. એકધારી તેજી વચ્ચે બીએસઈમાં લીસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપીટલાઈઝેશનમાં 445 લાખ કરોડને આંબી ગયુ છે. છેલ્લા છ માસમાં તેમાં 80 લાખ કરોડનો વધારો થયો છે. અર્થાત ઈન્વેસ્ટરોને આટલી કમાણી થઈ છે.

શેરબજારમાં તેજી : ઈન્વેસ્ટરોને 80 લાખ કરોડની થઇ કમાણી… શેરબજાર

મુંબઈ શેરબજારનું માર્કેટ કેપ બુધવાર 445.43 લાખ કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યુ હતું જે ગત ડીસેમ્બરમાં 365 લાખ કરોડ હતું.ગત તા.21 મેના રોજ પ્રથમ વખત પાંચ ટ્રીલીયન ડોલરને પાર થયુ હતું. ત્યારે રૂપિયાની ગણતરીએ 414.43 લાખ કરોડ હતું.જુન મહિનામાં માર્કેટમાં મોટી ઉથલપાથલ થઈ હતી.લોકસભા ચૂંટણી પરીણામો પૂર્વે જોરદાર તેજી હતી. 3 જુને માર્કેટ કેપ એક જ દિવસમાં 12.48 લાખ કરોડ વધીને 424.61 લાખ કરોડ પહોંચ્યુ હતું પરંતુ 4 જુને ચૂંટણી પરીણામો અપેક્ષીત ન આવતાં પ્રચંડ કડાકો સર્જાયો હતો. એક જ દિવસમાં માર્કેટ કેપમાં 31 લાખ કરોડનું નુકશાન થયુ હતું અને 394.93 કરોડ પર ઘસી ગયુ હતું.

શેરબજારમાં તેજી : ઈન્વેસ્ટરોને 80 લાખ કરોડની થઇ કમાણી… શેરબજાર

જોકે પરીણામ અપેક્ષીત ન હોવા છતાં સરકાર એનડીએની જ બનવાનું સ્પષ્ટ થતાં 5 જુનથી માર્કેટ ફરી તેજીનાં પાટે ચડી ગયુ હતું અને સળંગ તેજી ચાલુ રહી છે. 5 જુનથી 3 જુલાઈ સુધીમાં જ માર્કેટ કેપમાં 50 લાખ કરોડથી અધિકનો વધારો થયો છે.4 જુનને બા કરતાં શેરબજારમાં એકંદરે તેજી જ રહી હતી અને મોટાભાગનાં ક્ષેત્રોનાં શેરોમાં ઉછાળો હતો.આ દરમ્યાન આઈટી ઈન્ડેકસ 12 ટકા, ટેલીકોમ ઈન્ડેકસ 11 ટકા, રીયલ એસ્ટેટ ખાનગી બેંક તથા ઓટોમોબાઈલ્સ ઈન્ડેકસમાં 8.8 ટકાનો વધારો થયો છે.

શેરબજારમાં તેજી : ઈન્વેસ્ટરોને 80 લાખ કરોડની થઇ કમાણી… શેરબજાર

શેરબજારમાં તેજી પાછળના કારણોમાં ભારતીય અર્થતંત્રનો ઝમકદાર વૃધ્ધિદર કરંટ ખાતાની ખાદ્ય 12 વર્ષનાં નીચલા સ્તરે આવવા બજેટનો આશાવાદ, વિશ્ર્વસ્તરે પોઝીટીવ ટ્રેન્ડ, વ્યાજદરો ઘટવાનો આશાવાદ તથા નાણા સંસ્થાઓની ચિકકાર ખરીદી જવાબદાર છે.

શેરબજારમાં તેજી : ઈન્વેસ્ટરોને 80 લાખ કરોડની થઇ કમાણી… શેરબજાર

તેજીનો દોર હજુ જારી રહી શકે છે
શેરબજારનાં નિષ્ણાતોનાં કહેવા પ્રમાણે માર્કેટમાં તેજીનો દોર હજુ જારી રહી શકે છે.ભારતીય અર્થતંત્રનો દૂનિયાભરમાં ડંકો છે. વિશ્ર્વમાં સૌથી વધુ વૃધ્ધિદર હાંસલ કરી રહ્યું છે. ચાલુ ખાતાની ખાદ્યમાં નોંધપાત્ર ઘટાડો થતા વિદેશી સંસ્થાઓનો ભરોસો વધ્યો છે .ચોમાસું સારૂ છે. એટલે કૃષિ વૃધ્ધિદર વધતા સમગ્ર અર્થતંત્રને જોર મળશે. હવે વ્યાજદર ઘટાડા તથા બજેટમાં સુધારાનાં પગલાનો આશાવાદ છે જેના આધારે માર્કેટમાં તેજી વધુ આગળ વધી શકે છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here