ભુજનું આધુનિક બસપોર્ટ કાર્યરત પૂજા કરી બસનું પ્રસ્થાન કરાવાયું

ભુજનું આધુનિક બસપોર્ટ કાર્યરત પૂજા કરી બસનું પ્રસ્થાન કરાવાયું
ભુજનું આધુનિક બસપોર્ટ કાર્યરત પૂજા કરી બસનું પ્રસ્થાન કરાવાયું
ભુજના નગરજનોની આતુરતાનો અંતે અંત આવ્યો હતો. નવા વર્ષની શરૃઆતના દિવસે જ ભુજ બસ પોર્ટનું ખરા આૃર્થમાં લોકાર્પણ થયું હતું. ભુજ થી અમદાવાદની પહેલી બસને ભુજના નવા બસપોર્ટ પરાથી શાસ્ત્રોકત રીતે વીધીવિાધાન મુજબ બસ પોર્ટ મેનેજર એન.એફ. સંધી દ્વારા પુજા અર્ચના કરાયા બાદ વિદાય આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે નવા બસપોર્ટની પહેલી બસના પ્રવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાક પ્રવાસીઓએ સેલ્ફી પણ લીધી હતી.અનેક વિડંબણાઓમાંથી પસાર થયા બાદ નવા વર્ષની શુભ શરૃઆત સાથે જ ભુજના આઈકોનીક બસપોર્ટનો ખરા આૃર્થમાં લોકાર્પણ થયો હતો.  આમ તો તા.ર૬ ડિસેમ્બરનાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ બસ ડેપોના સ્ટેશનરી, દફતરને સૃથળાંતર કરવાનું હોઈ બસ પોર્ટનું લોકાર્પણ થઈ ગયા બાદ નવા વર્ષાથી શરૃ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને આજે વહેલી સવારે જ ભુજ થી અમદાવાદ જતી પહેલી બસને શાસ્ત્રોક્ત વિાધી વિાધાન મુજબ પુજા કરી બસને પ્રસૃથાન કરાવાયું હતું.

પહેલા દિવસે જ બસપોર્ટમાં પ્રવાસી જનતા સાથે બસ પોર્ટ જોવા માટે પણ લોકો ઉમટયા હતા. કારણ કે, નવો બસ પોર્ટ જોવાની લાલસા ભુજના નાગરીકો સાથે ગ્રામીણ રહેવાસીઓમાં પણ હતી. જેાથી લોકોનો ધસારો થયો હતો. બીજીબાજુ બસપોર્ટની અંદર પાન, બિડી, ગુટખા લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેાથી સ્વચ્છતા જળવાઈ રહે અને બસ પોર્ટ કલીન લાગે. બસપોર્ટની અંદર પ્રવાસીઓ પાન,બીડી, ગુટખા ન લઈ જાય તે માટે પ્રવેશદ્વારે જ સિક્યુરીટી દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. અને પાન,બીડી, ગુટખાના પડીકાઓને જપ્ત કરવામાં આવ્યા હતા.અને જો બસ પોર્ટમાં ક્યાંય પણ ગુટખા કે પાન બીડીનો ઉપયોગ કરતા ઝડપાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

Read National News : Click Here

નવા બસપોર્ટમાં આવી જ વ્યવસૃથા કાયમ રહે તો બસપોર્ટ સ્વચ્છ અને સુંદર લાગે.પરંતુ એસટી નિગમના અમુક કર્મચારીઓ જ પાન, બીડી, માવા અને ગુટખાના બંધાણી છે. જે બસ પોર્ટમાં ગંદકી ન ફેલાવે તેના પર કોણ નજર રાખશે? તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. ખૈર જે હોય તે પણ નવા વર્ષે ભુજની જનતાને એસટી નીગમ દ્વારા બસપોર્ટની ભેટ આપવામાં આવી છે. જે સ્વચ્છ અને સુંદર રહે તે ઈચ્છનીય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here