એસ.ટી. બસમાં હવે UPI પેમેન્ટની સુવિધા : આજે પ્રોજેકટ લોંચ થશે

એસ.ટી. બસમાં હવે UPI પેમેન્ટની સુવિધા : આજે પ્રોજેકટ લોંચ થશે
એસ.ટી. બસમાં હવે UPI પેમેન્ટની સુવિધા : આજે પ્રોજેકટ લોંચ થશે
દેશભરમાં સૌ પ્રથમ ગુજરાતમાં અમલ રાજકોટ સહિત સાત ડીવીઝનોમાં સુવિધા UPIથી મુસાફર ટીકીટના પૈસા ચુકવી શકશે પ્રથમ તબકકામાં 2500 રૂટોમાં સેવાનો પ્રારંભ એસ.ટી.એ 4500 મશીનો વસાવ્યા કાલે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

સમયની સાથોસાથ ગુજરાત રાજય એસટી નિગમ પણ સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. દિન પ્રતિદિન એસ.ટી.માં સાધુનિક સુવિધાઓ સાથે નવા નવા વાહનો પણ આવી રહ્યા છે. ત્યારે હવે દેશ અને રાજયમાં સૌ પ્રથમવાર એસટી બસોમાં આવતી કાલથી યુપીઆઈ થકી ટીકીટના પેમેન્ટની સુવિધાનો શુભારંભ થઈ રહ્યો છે. આ સાથોસાથ 40 નવી મિની બસોનો પણ લોકાર્પણ સમારોહ આવતીકાલે ગાંધીનગર બસ સ્ટેશન ખાતે સવારે 9 કલાકે યોજાનાર છે.આવતીકાલે સવારે 9 કલાકે રાજયના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે યુપીઆઈ સેવાનો પ્રારંભ થવા સાથે 40 નવી મિની બસોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ 40 મીની બસો અમદાવાદ, હિંમતનગર, મહેસાણા અને ભરૂચ ડીવીઝનને ફાળવવામાં આવશે. આ પ્રસંગે ગાંધીનગરનાં મેયર હિતેષ મકવાણા અને ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ પણ ઉપસ્થિત રહેશે. દરમ્યાન એસટી નિગમનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ યુપીઆઈ થકી ટીકીટ પેમેન્ટ સેવાનો આવતીકાલથી રાજકોટ, જામનગર, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ ડિવિઝનથી શુભારંભ થનાર છે. ઉલ્લેખનિય છે કે એકસપ્રેસ પ્રિમીયમની સાથોસાથ ગ્રામ્ય રૂટોમાં પણ સૌ પ્રથમવાર યુપીઆઈ થકી પેમેન્ટ સેવાનો પ્રારંભ થનાર છે.

Read National News : Click Here

સુત્રોના જણાવ્યા મુજબ યુપીઆઈ થકી, ટીકીટ પેમેન્ટ સેવાનો કાલથી પ્રથમ તબકકામાં 2500 રૂટોની બસોમાં પ્રારંભ થશે. અને આ આધુનિક પધ્ધતિ અંતર્ગત એસ.ટી. તંત્રએ 4500 યુપીઆઈ મશીનો પણ વસાવી લીધા છે. આ દરેક મશીનો કંડકટરોને આપી દેવાયા છે. ટીકીટ લેતા સમયે કંડકટર દરેક મુસાફરને પૂછશે કે ટીકીટનું પેમેન્ટ રોકડેથી કરશે કે યુપીઆઈ થકી બન્ને રીતે મુસાફર પેમેન્ટ કરી શકશે. એસટી નિગમના સૂત્રોનાં જણાવ્યા અનુસાર યુપીઆઈ થકી પેમેન્ટ સિસ્ટમ ટુંક સમયમાં જ રાજયભરમાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબકકામાં આ પ્રયોગ સફળ રહ્યા બાદ ક્રમશ: રાજયભરની દરેક એસટી બસોમાં આ નવી પધ્ધતિ લાગુ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here